અમદાવાદગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

અમદાવાદ એરપોર્ટ પર એક દિવસમાં સૌથી વધુ 359 એરક્રાફ્ટ મૂવમેન્ટ્સ નોંધાઈ

અમદાવાદ,26 ડિસેમ્બર, 2023, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ વિક્રમ સર્જનો સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે. 2023માં સૌથી વધુ મુસાફરોએ અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરી હતી. ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચો દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર એક જ દિવસમાં સૌથી વધુ 42224 મુસાફરોએ અવરજવર કરી હતી. 20મી નવેમ્બરે સૌથી વધુ સંખ્યામાં પ્રવાસીઓનો વિક્રમ સર્જાયો હતો. 19મી નવેમ્બરના રોજ એરપોર્ટ પર એક દિવસમાં સૌથી વધુ 359 એરક્રાફ્ટ મૂવમેન્ટ્સ નોંધાઈ હતી. જેમાં 99 નોન-શિડ્યુલ્ડ ફ્લાઇટ મૂવમેન્ટ સાથે અત્યાર સુધીની સૌથી વધુ નોન-શિડ્યુલ્ડ ફ્લાઇટ મૂવમેન્ટ્સના રેકોર્ડ સાથે ખાસ રહ્યું હતું.

સંસ્કૃતિની ઝલક દર્શાવતા 24 અત્યાધુનિક ઈમિગ્રેશન કાઉન્ટર્સ
ડોમેસ્ટિક ટર્મિનલમાં નવા સિક્યુરિટી ચેક એરિયા, વધારાના એક્સ-રે મશીનો અને મેટલ ડિટેક્ટર જેવા અનેક પરિચય સાથે વર્ષની શરૂઆત થઈ.અગાઉ મુસાફરોને પિકઅપ અને ડ્રોપ કરવા આવતા સંબંધીઓ માટે માત્ર 2 લેન અને મર્યાદિત વિકલ્પો હતા. તે 6 લેન, મોટી પાર્કિંગ જગ્યાઓ, વધુ બેઠક વિસ્તાર અને બહુવિધ રિફ્રેશમેન્ટ વિકલ્પોમાં બદલાઈ ગયા છે.ઇન્ટરનેશનલ ટર્મિનલ ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારાઓએ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સ અને એરલાઇન્સની મુવમેન્ટ્સ વધારવામાં મદદ કરી છે. ટર્મિનલ સ્પેસમાં 2550 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલા નવા ઈમિગ્રેશન કાઉન્ટર્સ હેરીટેઝ સીટીની કળા, સિટીસ્કેપ અને સંસ્કૃતિની ઝલક દર્શાવતા 24 અત્યાધુનિક ઈમિગ્રેશન કાઉન્ટર્સ ધરાવે છે. આ સાથે જ એક નવો ડિપાર્ચર ઈમિગ્રેશન વિસ્તાર પણ પેસેન્જરોની અવરજવર માટે ખોલવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટે અમદાવાદ એરપોર્ટ પ્રથમ કનેક્ટિંગ પોઇન્ટ
નવી એરલાઈન્સે અમદાવાદ એરપોર્ટથી મુસાફરો માટે વધુ આંતરરાષ્ટ્રીય સ્થળો ઉમેર્યા છે. ફ્લાય બગદાદ અને થાઈ એરેસિયા જેવી નવી એરલાઈન્સે અમદાવાદ એરપોર્ટ પરથી કામગીરી શરૂ કરી હતી. વિયેટ જેટ વિયેતનામના બે સ્થળોને દૈનિક ફ્લાઇટ્સથી જોડે છે; ફ્લાય બગદાદ અઠવાડિયે બે વખત સીધુ નજફ સાથે જોડાય છે. થાઈ એરએશિયા અઠવાડિયામાં ત્રણ વખત ડોન નુએંગ સાથે જોડાય છે. મલેશિયા એરલાઇન્સે સાપ્તાહિક 4 ફ્રીક્વન્સીઝ સાથે કુઆલાલંપુર માટે સીધી ફ્લાઇટ શરૂ કરી અને તુર્કી એરલાઇન દ્વારા એક માલવાહક પણ વર્ષ દરમિયાન શરૂ થયું. એરલાઇન્સે અમદાવાદને જોડતા અનેક સ્થળો ઉમેર્યા જેમ કે પંતનગર, શ્રીનગર, દીવ, જેસલમેર અને અગરતલા વાયા કોલકાતા, દુર્ગાપુર વાયા દિલ્હી, કોઇમ્બતુર વાયા હૈદરાબાદ અને ચેન્નાઇ, વિશાખાપટ્ટનમ વાયા હૈદરાબાદ, પોર્ટ બ્લેર વાયા ચેન્નાઇ અને નાસિક, ગોવા- MOPA, પુણે, કોલકાતામાં વધારો અને લખનૌ. વર્ષ 2023 દરમિયાન G20 બેઠક અને ક્રિકેટ વર્લ્ડકપ જેવા આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટે અમદાવાદ એરપોર્ટ પ્રથમ કનેક્ટિંગ પોઇન્ટ રહ્યું છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને થર્ટી ર્ફ્સ્ટ નિમિત્તે પોલીસનો એક્શન પ્લાન તૈયાર

Back to top button