પતિએ પત્નીની હત્યા કરી પછી ઘરમાં જ લગાવી આગ, ફાયર અને પોલીસની ટીમ પણ ચોંકી ઉઠી !
અમદાવાદમાં આગની ઘટના સામે આવી છે. પણ જ્યારે ફાયર અને પોલીસે આગ લાગવા પાછળના કારણ અંગે મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં પતિએ પત્નીની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા ઘરમાં આગ લગાવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે. બાળકો સવારે સ્કૂલે ગયા હતા અને બાદમાં ઘરે પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આજે સવારે અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં ઇડન ટાવરમાં આવેલા V બ્લોકમાં આગ લાગી હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટનામાં સિક્યુરિટી ગાર્ડે નવો ખુલાસો કર્યો છે. સિક્યુરિટી ગાર્ડનું કહેવુ છે કે ઘરમાં આગ લાગી તે પહેલા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને બન્નેના શરીર પર ચાકુના નિશાન હતા.
પતિ-પત્નીના ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો હતો. પતિએ પત્નીની હત્યા કરી હતી અને પુરાવાનો નાશ કરવા માટે ઘરમાં આગ લગાવી હતી. ફાયરબ્રિગેડની ટીમ સમયસર ઘટનાસ્થળે પહોચી જતા મોટી જાનહાની અટકી હતી. આ ઘટનાને લઇને પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. ઈડન Vમાં રહેતા આ પરિવારમાં પતિ અનિલ બઘેલ અને પત્નિ અનિતા બઘેલ સાથે રહેતાં હતા.
આ અંગે પતિએ ગળુ કાપીને હત્યા કરી હતી અને પત્નીએ આગ લગાવી હોવાનું પતિનું નિવેદનમાં જણાવ્યું છે. તેમજ પતિએ જણાવ્યું કે, તેમની પત્ની માનસિક બિમાર હતી. તેમજ હુમલો કર્યા બાદ પત્નીએ આગ લગાવી હોવાનું પતિએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે. પતિ – પત્નીને હોસ્પિટલમાં ખસેડાયા છે. દંપતીનો પુત્ર ધોરણ 8માં, પુત્રી ધોરણ 6માં અભ્યાસ કરે છે. જેના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટેનો આદેશ: કર્મચારી ખાતાકીય કેસમાં બચાવ માટે વકીલ રોકી શકશે