અમદાવાદ: કોરોના મહામારી પછી યુવાનોમાં અચાનક આ સર્જરીનું પ્રમાણ વધ્યું
- હિપ રિપ્લેસમેન્ટના દર 20માંથી ત્રણથી ચાર દર્દી કોવિડ હિસ્ટ્રી વાળા જોવા મળ્યા
- સાંધો ખરાબ થાય તેવા 95 ટકા જેટલા દર્દીઓ બીજા કે ત્રીજા સ્ટેજે સારવાર માટે આવતાં હોય છે
- કોરોનાની બીમારી અને સારવાર દરમિયાન સ્ટીરોઇડના વધુ પડતા ડોઝ પણ આ માટે કારણભૂત
અમદાવાદના યુવાનોમાં હિપ-રિપ્લેસમેન્ટ ઓચિંતુ વધ્યું છે. જેમાં 80% દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના છે. કોરોના મહામારી પછી યુવાનોમાં અચાનક હિપ-રિપ્લેસમેન્ટ સર્જરીનું પ્રમાણ વધ્યું છે, કોરોનાની બીમારી અને સારવાર દરમિયાન સ્ટીરોઇડના વધુ પડતા ડોઝ પણ આ માટે કારણભૂત મનાય છે, આ ઉપરાંત વધુ પડતો દારૂ પીવા જેવા કારણ પણ જવાબદાર છે.
આ પણ વાંચો: ગુજરાતમાં જાણો શું છે હવામાન વિભાગની વરસાદની આગાહી
સાંધો ખરાબ થાય તેવા 95 ટકા જેટલા દર્દીઓ બીજા કે ત્રીજા સ્ટેજે સારવાર માટે આવતાં હોય છે
કોવિડ પહેલાં ખાનગી હોસ્પિટલમાં જ્યાં દર મહિને 20 હિપ રિપ્લેસમેન્ટ સર્જરી થતી હતી તે વધીને 26થી 30 આસપાસ પહોંચી છે એટલે કે 45 ટકા જેટલો વધારો થયો છે, આવી જ સ્થિતિ અન્ય હોસ્પિટલોની છે, એટલું જ નહિ પરંતુ સર્જરી કરાવનારા 80 ટકા દર્દી 50 વર્ષથી ઓછી વયના છે. સરકારી હોસ્પિટલના તબીબનું કહેવું છે કે, થાપાના બોલમાં લોહી ફરતો બંધ થાય, સાંધો ખરાબ થાય તેવા 95 ટકા જેટલા દર્દીઓ બીજા કે ત્રીજા સ્ટેજે સારવાર માટે આવતાં હોય છે.
હિપ રિપ્લેસમેન્ટના દર 20માંથી ત્રણથી ચાર દર્દી કોવિડ હિસ્ટ્રી વાળા જોવા મળ્યા
તબીબોના જણાવ્યા પ્રમાણે, હિપ રિપ્લેસમેન્ટના દર 20માંથી ત્રણથી ચાર દર્દી કોવિડ હિસ્ટ્રી વાળા જોવા મળ્યા છે અને એમાંય યુવાનો વધુ છે. પાંચેક વર્ષ પહેલાં 40થી 50 વર્ષે આવા ઓપરેશન વધારે થતાં હતા પરંતુ અત્યારે 20થી 30 વર્ષના યુવાનોનું પ્રમાણ પણ ખાસ્સું વધ્યું છે. હિપ રિપ્લેસમેન્ટ કરાવનારા 50 ટકા દર્દી એવા પણ સામે આવ્યા છે કે એક નહિ બે હિપમાં રિપ્લેસમેન્ટ કરાવવું પડયું છે. શરૂઆતના તબક્કે જ સારવાર કરાય તો સર્જરી ટાળી શકાય તેમ છે, આમાં મહિલા કરતાં પુરુષ દર્દીની સંખ્યા વધારે છે, જેમને ચાલવામાં, પલાઠી વાળવામાં તકલીફ રહે છે. થાપાના ભાગમાં ગોળો હોય છે, તેમાં અનેક નસ હોય છે, વધુ પડતાં દારૂના સેવન વગેરે કારણસર નસો સંકોચાવા લાગે છે, જેથી ગોળાને પોષણ મળતું નથી અને ધીરે ધીરે નસો સુકાવા લાગે છે, ગોળાની સાઈઝ નાની થાય છે. ઘસાતા થાપાના સોકેટમાં ઘસરકા પડે છે. આ સ્થિતિમાં ચાલવાનું, ઊભા થવાનું કે પછી બેસવાનું ભારે મુશ્કેલ થઈ જાય છે.