ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષ

અમદાવાદ: ST બસનું બુકિંગ કેન્સલ કરી રિફંડ માટે ગૂગલ પરથી નંબર લીધો અને રૂ.30 લાખ ખોયા

  • રિફંડ લેવા જવાના ચક્કરમાં કંપનીએ રૂપિયા 30 લાખ ગુમાવ્યા
  • સીઆઈએફ નંબરનો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા
  • સીઆઈએફ નંબર કેમ એક્ટીવ રાખ્યો તે મોટો સવાલ છે

અમદાવાદમાં ST બસનું બુકિંગ કેન્સલ કર્યા બાદ રિફંડ માટે ગૂગલ પરથી નંબર લીધો અને ફસાયા હતા. જેમાં જીએસઆરટીસીનું રિફંડ લેવા જવાના ચક્કરમાં કંપનીએ રૂપિયા 30 લાખ ગુમાવ્યા છે. કંપનીના જૂના ડિરેક્ટરનો CIF નંબર બેંકે ચાલુ રાખતા ખાતામાંથી રૂપિયા નીકળી ગયા હતા.

આ પણ વાંચો: ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના દસ્તાવેજો માટે રાહત પેકેજની માગ

સીઆઈએફ નંબર કેમ એક્ટીવ રાખ્યો તે મોટો સવાલ છે

સેટેલાઈટના પાર્શ્વટાવરમાં રહેતાં ખાનગી કંપનીના ડિરેક્ટરેના કંપનીના બેંક એકાઉન્ટમાંથી સાયબર ઠગે ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધાની ચોંકાવનારી ઘટના દસ દિવસ અગાઉ બની છે. કંપનીના જૂના ડિરેક્ટરે જીએસઆરટીની ટ્રીપ કેન્સલ કરી હોવાથી તેનું રિફંડ લેવા માટે ગુગલ પરથી જીએસઆરટી રિફંડ સર્વીસ નંબર સર્ચ કર્યો હતો. ગુગલ પરથી જે નંબર તેની પર ફોન કરતા સામે છેડે બોલતા શખ્સે રિફંડ ટુંક સમયમાં પરત કરવાની વાત કરી સીઆઈએફ નંબર માંગ્યો હતો. જૂના ડિરેક્ટરે પોતાનો સીઆઈએફ નંબર આપતા આરોપીએ તેના ઉપયોગથી કંપનીના એકાઉન્ટમાંથી રૂ.30 લાખ જૂદા જૂદા 32 ટ્રાન્ઝેકશનો દ્વારા ઓનલાઈન જૂદી જૂદી બેંકોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. બનાવને પગલે કંપનીમાં નવા ડિરેક્ટરે સાયબર સેલ ગાંધીનગરની હેલ્પલાઈન નંબર ફોન કરતા ફરિયાદ લઈ તપાસ શરૂ કરી દેવાઈ છે. જો કે, બેંકએ ડિરેક્ટરે પદેથી રાજીનામું આપનાર વ્યક્તિનો કંપનીના બેંક એકાઉન્ટમાં સીઆઈએફ નંબર કેમ એક્ટીવ રાખ્યો તે મોટો સવાલ છે.

આ પણ વાંચો: તરભ વાળીનાથ મંદિરને પાંચ કરોડનું દાન મળ્યું, 5 દિવસમાં 15 હજાર યજમાન પૂજામાં બેસશે

સીઆઈએફ નંબરનો ઉપયોગ કરીને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા

સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં અને જીવન જયોતી વાણિજય લિમિટેડ કંપનીના ડિરેક્ટરે તરીકે કાર્યરત સૌમીલ અરવિંદભાઈ ભાવનગરીએ ગત તા.12મીના રોજ પોતાનો મોબાઈલ ફોન ચેક કરતા જાણવા મળ્યું કે, તેઓના કંપનીના બેંક એકાઉન્ટમાંથી 32 ટ્રાન્ઝેકશનો દ્વારા રૂ. 30,70,533ની મત્તા જુદા જુદા બેંક એકાઉન્ટોમાં ખોટી રીતે ઓનલાઈન ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. સૌમિલભાઈના મોબાઈલ ફોન પર એક પણ ઓટીપીનો મેસેજ ના આવ્યો છતાં આ કઈ રીતે બન્યું તે જાણવા માટે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં તાત્કાલિક ધોરણે તેઓ તપાસ કરવા માટે દોડી ગયા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ, સીંગતેલના ભાવમાં વધારો થયો

કંપનીના ખાતામાં જુદા જુદા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર

બેંકના અધિકારીઓએ તપાસ કરી જાણ કરી કે, ગત તા.10મીના બપોરે 2.13 વાગ્યે અને 11મી નારોજ લોગીન થયું. જે બાદ તમારા કંપનીના ખાતામાં જુદા જુદા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સૌમિલભાઈએ ઓટીપીના મેસેજ વગર કઈ રીતે શક્ય બને તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, આરોપીએ કંપનીના ડિરેક્ટરના સીઆઈએફ નંબરનો ઉપયોગ કરીને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આમ તેઓ ઠગાઈનો ભોગ બન્યા હતા.

Back to top button