અમદાવાદ: લાખો રૂપિયાનો ટેક્સ ન ભરવા છતાં એડ એજન્સીઓને ઘી કેળા
- AMCના અધિકારીઓ સત્તા વાપરવામાં માયકાંગલા બની ગયા છે
- નાણાંકીય બોજ કરવેરો ચૂકવતા શહેરના નાગરિકોને પડે તેવી હાલત છે
- એડ એજન્સી કરોડોના ટેક્સ ના ચૂકવે જેમાં ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત
અમદાવાદમાં લાખો રૂપિયાનો ટેક્સ ન ભરવા છતાં એડ એજન્સીઓને ઘી કેળા છે. એડ એજન્સી કરોડોના ટેક્સ ના ચૂકવે જેમાં ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત સામે આવી છે. સાબરમતી નદીમાં પ્રદૂષણ રોકવામાં ભ્રષ્ટ અધિકારીઓની જ કેમિકલ ફેક્ટરીના માલિકો સાથેની મિલીભગતના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે રીતે ધરાર નિષ્ફળ નિવડી રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત: રેરાનો બિલ્ડરને આદેશ, ગ્રાહકોને બ્રોશરમાં જે સુવિધા દર્શાવો છો તે આપો
નાણાંકીય બોજ કરવેરો ચૂકવતા શહેરના નાગરિકોને પડે તેવી હાલત છે
હાલત શહેરમાં અનેક જાહેર સ્થળોએ, સરકારની માલિકીના સ્થાનો પર હોર્ડીંગ્સ લગાવવાના એગ્રિમેન્ટ કર્યા બાદ એડ્વર્ટાઈઝમેન્ટ એજન્સીઝ પાસેથી લેણાં વસૂલવામાં પણ AMC ધરાર નિષ્ફળ નિવડી છે. બધા જાણે જ છે કે, એસ્ટેટ-ટીડીઓ વિભાગના અધિકારીઓ અને જાહેરખબરની એજન્સીઓ વચ્ચેની મિલીભગતથી હજુ પણ સવાસો કરોડ જેટલી બાકી લેણાની રકમ વસૂલી શકાતી નથી. એડ એજન્સી ધરાર કરોડોની રકમ ચૂકવતી નથી, આ ચૂકવણી વસૂલ કરવા કોર્પોરેશનના અધિકારીઓ એડ એજન્સી સાથે હાથ મિલાવી લે છે અને આ બંનેનો નાણાંકીય બોજ કરવેરો ચૂકવતા શહેરના નાગરિકોને પડે તેવી હાલત છે.
AMCના અધિકારીઓ સત્તા વાપરવામાં માયકાંગલા બની ગયા છે
એકલદોકલ મકાન માલિક પોતાના રહેઠાણ કે નાનો વેપારી પોતાના વ્યવસાયની જગ્યાનો એકાદ વર્ષનો મિલકતવેરો ચૂકવવામાં નિષ્ફળ જાય તો એસ્ટેટ વિભાગ એકપળનો પણ વિલંબ કર્યા વિના આ પ્રોપર્ટી સીલ કરવા દોડી જાય છે. તો એડ એજન્સીઓએ જાહેર જગ્યાઓનો ઉપયોગ કરી જે જાહેરાતો મૂકી, હોર્ડીંગ્સ ચડાવ્યા તેનું ભાડું ચૂકવવામાં કરોડો રૂપિયા ચઢી જાય છે છતાં કોર્પોરેશનના અધિકારીઓ કેમ કશું કરતાં નથી? એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કર્પોરેશનને પોતાની પાસે શું સત્તા છે તેની સભાનતા નથી અથવા તો ભ્રષ્ટાચારમાં એટલા લીન થયેલા છે કે, સત્તા વાપરવામાં માયકાંગલા બની ગયા છે.