ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: રિવરફ્રન્ટના રસ્તાઓ પર રીલ માટે સ્ટંટ કરતા લોકો પર થશે કાર્યવાહી

Text To Speech
  • આવાર તત્વોના કારણે અન્ય વાહનચાલકોના જીવને પણ જોખમ રહે છે
  • ઓવર સ્પીડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ દંડની કામગીરી વધારવા આદેશ આપ્યા
  • થોડા દિવસ પહેલા સ્કૂટર પર પુરઝડપે જતા ત્રણ સગીર વયના બાળકોને અકસ્માત નડયો હતો

અમદાવાદ શહેરના રિવરફ્રન્ટના રસ્તાઓ પર બાઇક અને સ્કૂટરને પુરઝડપે ચલાવીને ટીનેજર બાળકો અને યુવાનો દ્વારા કરવામાં આવતા સ્ટંટના કારણે વાહનચાલકોને નિયમિત રીતે હાલાકી પડે છે. એટલું જ આવા તત્વોના કારણે અન્ય વાહનચાલકોના જીવને પણ જોખમ રહે છે.

થોડા દિવસ પહેલા સ્કૂટર પર પુરઝડપે જતા ત્રણ સગીર વયના બાળકોને અકસ્માત નડયો હતો

થોડા દિવસ પહેલા સ્કૂટર પર પુરઝડપે જતા ત્રણ સગીર વયના બાળકોને અકસ્માત નડયો હતો. જે અંગે પોલીસે બાળકોને સ્કૂટર આપનાર વાલી વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. રીવરફ્રન્ટના રસ્તા પર સાંજના સમયે રેસ લગાવવાના તેમજ રીલ માટે સ્ટંટ કરતા વાહનચાલકોને કારણે પણ નાના મોટા અકસ્માત થતા રહે છે. એટલું જ નહી રીવરફ્રન્ટ પર 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિની મર્યાદા રાખવામાં આવી છે.

ઓવર સ્પીડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ દંડની કામગીરી વધારવા માટે પણ આદેશ આપ્યા

રિવરફ્રન્ટ પર 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ વાહન ચલાવવામાં આવે છે. આમ, રીવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમના રસ્તા પર કેટલાંક વાહનચાલકોની બેદરકારીને કારણે મોટી ઘટના બની શકે તેમ છે. આ બાબત ટ્રાફિક વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સામે આવતા તેમણે રિવરફ્રન્ટ રસ્તા પર પુરઝડપે વાહન ચલાવતા , સ્ટંટ કરતા લોકો સામે આકરી કાર્યવાહી કરવા માટે સુચના આપી છે. એટલુ જ ઓવર સ્પીડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ દંડની કામગીરી વધારવા માટે પણ આદેશ આપ્યા છે.

આ પણ વાંચો: ખેડા જિલ્લામાં ત્રણ સ્થળે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ

Back to top button