અમદાવાદ: નવરાત્રિમાં રાત્રીના 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વાગશે તો આયોજક સામે કાર્યવાહી કરાશે
- રાત્રીના 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે
- પોલીસ કમિશનરે આયોજકો માટે જરૂરી માર્ગદર્શિકા બહાર પાડી
- પોલીસની મહિલા ટીમ સાદા ડ્રેસમાં પાર્ટી પ્લોટમાં ફરજ બજાવશે
અમદાવાદમાં રાત્રીના 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વાગશે તો આયોજક સામે કાર્યવાહી કરાશે. શહેરમાં નવરાત્રિને લઇને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં રાત્રીના 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે. જે બાદ લાઉડ સ્પીકર વાગશે તો આયોજક સામે કાર્યવાહી થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજે જાણો કયા છે ભારે વરસાદની આગાહી
પાર્ટી પ્લોટ અને ક્લબમાં સીસીટીવી કેમરા ફરજીયાત અને ફાયર સેફ્ટી પણ ફરજીયાત જોઇશે
ઉપરાંત પાર્ટી પ્લોટ અને ક્લબમાં સીસીટીવી કેમરા ફરજીયાત અને ફાયર સેફ્ટી પણ ફરજીયાત જોઇશે. તેમજ ગરબાની આસપાસના સ્થળે પાર્કિંગ રોડ પર રાહદારીઓને અડચણ ન ઊભું થવું જોઇએ અને જો તેમ થશે તો ગરબાની મંજૂરી રદ કરાશે. દિવસ દરમ્યાન પર ગરબાના સ્થળે એક વોચ ટાવર આયોજકોએ રાખવુ પડશે. તેમજ સ્ટેજની મજબૂતાઇનું પ્રમાણપત્ર પણ મેળવવુ પડશે.
પોલીસ કમિશનરે આયોજકો માટે જરૂરી માર્ગદર્શિકા બહાર પાડી
પોલીસ કમિશનરે આયોજકો માટે જરૂરી માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં જણાવ્યું છે કે રાત્રિના 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે. જ્યારે પાર્ટી પ્લોટ અને ક્લબમાં નવરાત્રિ માટે સીસીટીવી કેમેરા ફરજિયાત અને ફાયર સેફ્ટી માટેના આયોજન જેવા નિયમો અપાયા છે. ગરબામાં સાઉન્ડ સિસ્ટમનું વર્ણન અને નોઈસ પોલ્યુશન ન થાય તેની આયોજકોએ કાળજી રાખવી પડશે. તેમજ માઈક કે લાઉડ સ્પીકર ચાલુ હશે તો જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.મહિલાઓ માટે રાત્રિના સમયે જો વાહન ન મળે તો 100 અથવા 181 નંબર પર ડાયલ કરી જાણ કરી શકાશે અને તેમને મદદ મળશે. આ સાથે જ પોલીસની મહિલા ટીમ સાદા ડ્રેસમાં પાર્ટી પ્લોટમાં ફરજ બજાવશે અને રોમિયો પર ધ્યાન રાખશે.