અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદઃ એકાઉન્ટન્ટે માલિકનાં 3,77,06,271/- રૂપિયાની ઉચાપત કરી; આ રીતે કરી છેતરપિંડી!

Text To Speech

30 નવેમ્બર 2024: અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં રહેતા ઈરફાન ઇસ્માઈલભાઈ શેખ જે છેલ્લા 16 વર્ષથી ઓશિયન વોશ તથા ઓશિયન વોશ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા. જેણે પોતાના તથા પત્નીના નામે અલગ અલગ નામની કંપની બનાવીને બેન્ક એકાઉન્ટ મારફતે ઓશિયન વોશ તથા ઓશિયન વોશ પ્રા. લી નામની કંપનીમાં એકાઉન્ટમાંથી પોતાના નામની કંપનીના એકાઉન્ટમાં 3 કરોડ, 77 લાખ, 6 હજાર, 271 રુપિયા મેળવી નોકરીમાં કામ કરતા માલિક સાથે છેતરપિંડી કરનારની ધરપકડ કરી આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ડુબ્લીકેટ કંપની બનાવી કરોડો ટ્રાન્સફર કર્યા
EOW ACP મનોજસિંહ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ફરિયાદી ફારુક અહેમદ રસુલમીયા ચાંદમિયાં શેખ જે ઓશિયન વોશ તથા ઓશિયન વોશ પ્રા. લિ. કંપનીના માલિક છે તેમને ત્યાં 2008થી એકાઉન્ટન્ટ તરીકે ઈરફાન ઇસ્માઈલ શેખ નોકરી કરે છે. જેમાં માલિક દ્વારા આરોપીને કંપનીના એકાઉન્ટને લગતા હિસાબો તથા નાણા બેન્કોમાં તથા પાર્ટીઓને આપવા લેવા માટેનો અધિકાર આપવામાં આવ્યો જેનો તેણે દૂર ઉપયોગ કર્યો હતો. આરોપીએ પોતાના નામે S.B Chemicais અને તેની પત્ની નાઝિયાબાનુ ઇરફાન શેખના નામે F.A Traders નામની કંપની બનાવી તેમાં નાણા ટ્રાન્સફર કરી લેઝરમાં ખોટી માહિતી બતાવી માલિકના ખાતામાંથી 3,77,03,271/- રૂપિયાની ઉચાપત કરી છેતરપિંડી આચરી હતી. જેથી આરોપી વિરુદ્ધ અમદાવાદ શહેર આર્થિક ગુના નિવારણ 406, 408, 420 ,114 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button