અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદના નિકોલમાંથી જુગારનો કેસ નહીં કરવા લાંચ માંગતો કોન્સ્ટેબલ ઝડપાયો

Text To Speech

અમદાવાદ, તા. 14 જાન્યુઆરી, 2025: લાંચિયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે.  જોકે તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના નિકોલમાંથી એક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો હતો.

ફરીયાદી તથા તેમના મિત્રો વિરૂદ્ધ જુગારનો કેસ નહીં કરવા, સરઘસ નહીં કાઢવા, માર નહીં મારવા અમનકુમાર સંજયકુમાર ચૌહાણ, પોલીસ કોન્સ્ટેબલ (ઉ.વ.૨૭  નોકરી-ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર)એ ફરીયાદી પાસે પ્રથમ રૂ.૪,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે રૂ.૧,૦૦,૦૦૦ નકકી કર્યા હતા. તેમની પાસેથી જે તે સમયે રૂ.૩૫૦૦૦- લઈ લીધા હતા અને બાકીના રૂ.૬૫૦૦૦ની લાંચની માંગણી ચાલુ રાખી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી નો સંપર્ક કર્યો હતો. જેના આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું.  આરોપી નિકોલમાં આવેલા કલ્પતરૂ સ્પા, શિવ બિઝનેશ હબમાં લાંચની રકમ સ્વીકારતા ઝડપાયો હતો.

ટ્રેપીગ અધિકારી:

આર.આઇ.પરમાર, પો.ઇન્સ.

અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.

તથા એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારી

કે.બી. ચુડાસમા,

મદદનિશ નિયામક,

એ.સી.બી. અમદાવાદ એકમ

આ પણ વાંચોઃ Video: ભારત – અમેરિકાના સંબંધોને લઈ અમેરિકાના વિદાય થઈ રહેલા રાજદૂતે શું કહી મોટી વાત?

 

Back to top button