અમદાવાદટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદઃ 6 થી 9 જૂન ABVP રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક સુરત ખાતે યોજાશે

અમદાવાદ  28 મે 2024: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક તા. 6-7-8-9 જૂનના રોજ માહેશ્વરી ભવન, પરવત પાટિયા, સુરત ખાતે યોજાવા જઈ રહી છે. રાષ્ટ્રીય કારોબારી બેઠકમા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગામી કાર્યક્રમો, રાષ્ટ્રીય શૈક્ષણિક વિષયો અને સામાજિક વિષયો પર ચર્ચા ચિંતન થશે. આ બેઠક‌ મા સમગ્ર ભારતભર‌માંથી બધા જ રાજ્યોમાંથી વિધાર્થી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે

સમગ્ર દેશમાંથી વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિઓ સુરત આવશે
આ રાષ્ટ્રીય કારોબારી બેઠક શરૂ થયા પહેલા, વિદ્યાર્થી પરિષદના વિવિધ સમૂહની બેઠકો તા. ૧ થી ૫ જુન સુધી યોજાશે, જેમા સંગઠનના વિવિધ સ્તરના કાર્યકર્તાઓની બેઠકો પણ થશે. સમગ્ર દેશમાંથી વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિઓ સુરત આવનાર હોઈ ત્યારે સુરત શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોની ઉપસ્થિતિમાં 6 જુનના રોજ ‘નાગરીક સત્કાર સમારંભ’ યોજાશે, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ દ્વારા આ કાર્યક્રમનો ઉત્સવ જેવો માહોલ રહેશે

બેઠકમાં પ્રશ્નોના સમાધાન હેતુ પ્રસ્તાવો પારિત કરાશે
7 જુનના રોજ રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક ઉદઘાટન સત્ર સાથે પ્રારંભ થશે. સમગ્ર દેશના વિધાર્થી પ્રતિનિધિઓ સામાજિક, શૈક્ષણિક અને સંગઠનાત્મક વિષયો પર ચર્ચા અને ચિંતન કરશે. ત્રિદિવસીય આ બેઠક‌મા શૈક્ષણિક અને સામાજિક વિષયો અને પ્રશ્નોના સમાધાન હેતુ પ્રસ્તાવો પારિત કરવામાં આવશે અને પરિષદ કાર્યની આગામી યોજનાઓ પણ નક્કી કરવામાં આવશે.

સંપૂર્ણ સમાજના સહયોગથી બેઠકનું આયોજન
અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશમંત્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, “ગુજરાતની પવિત્ર ભૂમિ પર રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠકના આયોજન અને પ્રતિનિધિઓના સ્વાગત હેતુ અભાવિપ ગુજરાતના કાર્યકર્તાઓ છેલ્લા મહિનાથી તૈયારીઓમાં લાગેલા છે. ગુજરાત આ બેઠકના માધ્યમથી લઘુ ભારતના દર્શન કરી શકશે તે નિશ્ચિત છે , સુરતના લોકો 6-9 જૂન વચ્ચે તહેવાર જેવો અનુભવ કરી શકશે, ગુજરાત અ.ભા.વિ.પ ના કાર્યકર્તાઓ પુરા શહેરને સજાવવા હેતુ, વોલ પેન્ટિંગ, હોર્ડિંગ્સ અને લાઈટિંગ્સ માટેની વ્યવસ્થાઓમાં લાગી ગયા છે. આ તમામ આયોજન માટેના ખર્ચની વ્યવસ્થા પણ સમાજ પાસેથી લઘુનીધી એકત્રીકરણ અભિયાન થકી કરવાનો પ્રયાસ કાર્યકર્તાઓ કરી રહ્યા છે, જે અભિયાનમાં 100 થી વધુ કાર્યકર્તાઓ વિવિધ માર્કેટ વિસ્તારોમાં ફરીને નાની નાની નિધિ એકત્રીત કરશે અને સંપૂર્ણ સમાજના સહયોગથી આ બેઠકનું આયોજન કરવાનો પ્રયાસ કરશે

Back to top button