અમદાવાદ: સરકારી અધિકારીની જેમ લાલ લાઈટ ગાડી પર લગાવી યુવાનને ભારે પડી
- સૌરીશ પોતાની દિલ્હી પાસિંગ DL 03 CCM 9591 નંબરની ક્રેટા ગાડી લઈને નીકળ્યો
- ગુજરાત યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની કાર જપ્ત કરી
- પોલીસની સતર્કતાના કારણે નકલી અધિકારી ઝડપાઈ ગયો
અમદાવાદમાં સરકારી અધિકારીની જેમ લાલ લાઈટ ગાડી પર લગાવી યુવાનને ભારે પડી છે. ગૃહ વિભાગનો નકલી અધિકારી બની ફરતા શખ્સનો ભાંડો ફૂટ્યો છે. તેમાં કેન્દ્રીય ગૃહ વિભાગનો અધિકારી બની ગુજરાત સહિત અનેક રાજ્યોમાં રોફ મારતો હતો. પોલીસની સરકારી ગાડીઓમાં લાગે તેવી લાલ-વાદળી લાઈટ પણ લગાવી હતી. જેમાં નકલી અધિકારી અસલી પોલીસની ગાડીની ઓવરટેક કરી અને ભાંડો ફૂટી ગયો હતો.
આ પણ વાંચો: સુરત: ACBની ટ્રેપમાં રૂ.5 લાખની લાંચ લેતા પોલીસ કર્મચારીનો વચેટિયો ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટી પોલીસની સતર્કતાના કારણે નકલી અધિકારી ઝડપાઈ ગયો
સોફ્ટવેર એન્જિનીયર યુવકને સરકારી અધિકારીની જેમ લાલ લાઈટ વાળી ગાડીમાં ફરવાનો શોખ ભારે પડ્યો છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગૃહ વિભાગના નકલી અધિકારી બનીને ફરતા યુવકની ધરપકડ કરી કાર જપ્ત કરી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ આરોપીનું નામ સૌરીશ બોસ હોવાનું જાણવા મળ્યું છે. શખ્સ ભારત સરકારના હોમ ડિપાર્ટમેન્ટનો અધિકારી બનીને ન માત્ર અમદાવાદ પરંતુ અન્ય સ્થળો પર રૌફ જમાવતો હતો. પરંતુ, ગુજરાત યુનિવર્સિટી પોલીસની સતર્કતાના કારણે નકલી અધિકારી ઝડપાઈ ગયો છે.
સૌરીશ પોતાની દિલ્હી પાસિંગ DL 03 CCM 9591 નંબરની ક્રેટા ગાડી લઈને નીકળ્યો
લોકસભાની ચૂંટણીને લઈને પોલીસનું સઘન ચેકીંગ ચાલી રહ્યું હતું તે દરમ્યાન આરોપી સૌરીશ પોતાની દિલ્હી પાસિંગ DL 03 CCM 9591 નંબરની ક્રેટા ગાડી લઈને નીકળ્યો હતો. આ ગાડીમાં પોલીસની સરકારી વાહનોમાં લાગે તેવી લાલ અને વાદળી લાઈટ લગાવેલી હતી. સરકારી ગાડીમાં ઈમરજન્સી સમયે વાગે તેવું હુટર પણ લગાવેલું હતું. પેટ્રોલિંગમાં ફરી રહેલી પોલીસ વાનની આરોપીની કારે ઓવરટેક કરી ત્યારે પોલીસને શંકા ગઈ હતી. જેને લઇને આરોપીની કારને ઊભી રાખી પૂછપરછ કરતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો.
આરોપી સોફ્ટવેર એન્જિનીયર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું
આરોપી સૌરીન પશ્ચિમ બંગાળના કોલકતાનો રહેવાસી છે અને સોફ્ટવેર એન્જિનીયર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તે પુનામાં આવેલી માઈક્રોસોફ્ટ કંપનીમાં નોકરી કરે છે. સૌરીનને સરકારી અધિકારીઓની જેમ લાલ લાઈટ વાળી ગાડીમાં ફરીને રોફ જમાવવાનો ખૂબ જ શોખ છે. અગાઉ પણ તે પશ્ચિમ બંગાળમાં આ પ્રકારે લાલ લાઈટવાળી ગાડીમાં નકલી અધિકારી બનીને રોફ જમાવતા ઝડપાયો હતો અને તેની વિરુદ્ધ ગુનો પણ નોંધાયેલો છે. આ કેસમાં પણ સૌરીને પશ્ચિમ બંગાળનું અસલી પાસિંગ બદલીને દિલ્હીનું નકલી પાસિંગ લગાવ્યુ હતું.
ગુજરાત યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની કાર જપ્ત કરી
આ ઉપરાંત સરકારી વાહનમાં લગાવેલી લાઈટ અને હુટર લગાવીને રોફ જમાવી રહ્યો હતો. એટલું જ નહીં કારમાં ભારત સરકારનું લખાણ પણ લખ્યું હતું. આ આરોપી બે દિવસ પહેલા તે ઉદયપુર પણ આ પ્રકારે સરકારી અધિકારીની જેમ ગાડી લઈને ગયો હતો. મહત્વનું છે કે નકલી અધિકારી બનવાની સાથે આરોપીને આઇપીએસ અને આઈએસ અધિકારી સાથે ફોટો પડાવવાનો પણ ખુબજ શોખ છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની કાર જપ્ત કરી છે.