અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમધ્ય ગુજરાત

અમદાવાદઃ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો

અમદાવાદ 21 મે 2024: શહેરના રાજીવ ગાંધી ભવન ખાતે 21 મે ના રોજ દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય શૈલેશભાઈ પરમાર, પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકર્તાઓએ ઉપસ્થિત પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને રાજીવ ગાંધી તથા તેમના શાસનમાં થયેલા ભારતના વિકાસના કાર્યોને યાદ કર્યા હતા.

21 મી સદીનું સ્વપ્ન જોયું તે રાજીવ ગાંધી હતા:શક્તિસિંહ
કાર્યક્રમ નિમિત્તે શક્તિસિંહ ગોહીલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે જેમણે સમાજે વર્ષો વર્ષો સુધી યાદ કર્યા જેમણે 21મી સદીનું સ્વપ્ન જોયું આપણા દેશમાં તેવા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ તેમની દીર્ઘદ્રષ્ટિથી જે કામ કર્યા એના મીઠા ફળ દેશને પ્રાપ્ત થયા. જ્યારે તેમણે કોમ્પ્યુટરની વાત કરી ત્યારે કેટલાક લોકોએ તેમનો વિરોધ કર્યો, તેમણે કહ્યું કોમ્પ્યુટર આવવાથી દેશ બરબાદ થશે પરંતુ રાજીવ ગાંધીની દીર્ઘદ્રષ્ટિથી કોમ્પ્યુટર આવ્યું, જે ઓનલાઈન અમેરિકા અને યુરોપનું કામ કરીને ડોલર કે પાઉન્ડમાં કમાઈ શકે, તેમની દીર્ઘદ્રષ્ટિ હતી કે જે ઊંચાઈ અને ઠંડીમાં દુશ્મનો સામે લડવાનું છે ત્યાં કોઈ એવી ગન હોવી જોઈએ.

                                                                     

દુષ્કાળમાં પીડિત લોકોને ગુજરાતમાં ફાળો આપ્યો હતો
તેમણે વધુમાં કહ્યું હતુ કે જે દુશ્મનો સામે કામ લાગે તો બોફર્સ તોપ લાવ્યાં કેટલાક લોકોએ તેનો પણ વિરોધ કર્યો અને ખૂબ આક્ષેપ કર્યા કે બોફર્સમાં રાજીવ ગાંધીએ પૈસા ખાધા, તે સમયમાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અને એ જ સમયે સુપ્રીમ કોર્ટમાંથી ક્લીન ચિટ મળી હતી કે રાજીવ ગાંધીએ બોફર્સમાંથી પૈસા નથી ખાધા, કારગીલનું યુદ્ધ થયું યુદ્ધ આપણે જીત્યા જેમાં સૈન્યના વડાએ એક અંગ્રેજી અખબારમાં લેખ લખ્યો અને તેમણે કહ્યું કે કારગીલનું યુદ્ધ આપણે જીત્યા તો તેમાં સૌથી મોટો ફાળો બોફોર્સ ગનનો હતો. આ રાજીવ ગાંધીની દીર્ઘદ્રષ્ટિ હતી તેમણે હંમેશા સામાન્ય લોકોની ચિંતા કરી હતી. દંભથી દૂર રહ્યા આપણા ગુજરાતમાં દુષ્કાળનો સમય હતો ત્યારે સતત લોકોની વચ્ચે રહ્યા. એ જમાનામાં દુષ્કાળ હતો તે સમયમાં પ્રદેશ પ્રમુખ અહેમદ પટેલ હતા. જ્યારે રાજીવ ગાંધી અમિતાભ બચ્ચનની નાઈટ કરીને એ સમયમાં દુષ્કાળમાં પીડિત લોકોને ગુજરાતમાં ફાળો આપ્યો હતો.

 

આતંકીઓ અમદાવાદ સુધી કેવી રીતે પહોંચ્યા: શક્તિસિંહ
શક્તિસિંહ ગોહિલે હાલમાંજ અમદાવાદમાંથી પકડાયેલા આતંકી મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે આતંકીઓ અમદાવાદ સુધી કેવી રીતે પહોંચી શક્યા? આપણી પાસે કેન્દ્રની આઈબી છે સ્ટેટની આઈબી છે પરંતુ આ તમામ એજન્સીઓને નેતાઓની જાસૂસી કરવામાં વ્યસ્ત રાખ્યા છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓ ખૂબ મોટી મોટી વાતો કરે છે આતંકવાદને સમાપ્ત કરી દીધો તો આતંકવાદીઓ ક્યાંથી જમીનમાંથી ઉગ્યા આતો સારું કહેવાય કે પકડાઈ ગયા નહિતર કેવી પરિસ્થિતિ સર્જાઈ હોત તે કલ્પના કરી શકાય તેમ નથી જેવા કેટલાક ગંભીર આક્ષેપો કર્યા હતા.

Back to top button