અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદઃ 175,000/- રૂપિયા મેળવવાની લાયકાત ધરાવતો શિક્ષક 25 હજારમાં કામ કરે છે; ખંડ અધ્યાપકોનો વિરોધ

28 જાન્યુઆરી 2025 અમદાવાદ; શહેરના ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતની કોલેજોમાં છેલ્લા 30 વર્ષથી કામ કરી રહેલા ખંડ અધ્યાપકોએ પગાર વધારાને લઈને વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી ફિક્સ વેતનમાં કામ કરવા બાબતે સરકારને મૌખિક અને લેખિત રજૂઆતો પણ કરી છે. આ અગાઉ UGCના નિયમ મુજબ અને ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ પ્રપોશનેટ પગાર આપવાની માંગણીઓનો પણ નિવારણ ના આવતા આજે મોટાભાગના સિનિયર શિક્ષકોએ ભેગા થઈને નારા તથા પોસ્ટરો સાથે વિરોધ દર્શાવ્યો હતો અને પગાર વધારવા માટે માંગણીઓ કરી હતી.

8500માં કઈ રીતે ઘર ચાલે
અખિલ ગુજરાત ખંડ સમય અધ્યાપક મંડળનાં પ્રમુખ દેવદત્તસિંહ રાણા પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે UGCના નિયમ મુજબ જે શિક્ષકો પોણા બે લાખ સુધીનો પગાર મેળવવા માટે હકદાર છે. તે લોકો માત્ર 25,500 માં કામ કરી રહ્યા છે. નિયમ મુજબ જે શિક્ષકો 16 લેકચર લઈ રહ્યા છે તે લોકો ત્રણથી સાડા ત્રણ લાખ સુધીનો પગાર લઈ રહ્યા છે. અને અમે 9 જેટલા લેકચરો લઈ રહ્યા છે તેની સામે માત્ર 25,500નો નજીવો પગાર લઈ રહ્યા છીએ. એમાં પણ ₹25,500 મહત્તમ પગાર છે લઘુતમ પગાર માત્ર 8500 છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં જીવન નિર્વાહ કરવા માટે મિનિમમ 46 હજાર રૂપિયા પગાર જોઈએ. ત્યારે અમને લઘુતમ વેતન ફક્ત અને ફક્ત 8,500 રુપિયા ક્યારે આવી પરિસ્થિતિમાં જીવન કઈ રીતે જીવી શકાય? પેલા 20 વર્ષોથી અમે રજૂઆત કરતા આવ્યા છીએ. વીકમાં સોમવાર, મંગળવાર મંત્રીઓને રજૂઆત કરતા હોઈએ છીએ. પરંતુ આજ દિન સુધી કોઈ પણ જાતનો ફેર આ મંત્રીઓને પડી નથી રહ્યો.

2001માં ગાઈડ લાઈન જારી કરાઈ હતી
પ્રમુખે ઉમેર્યું હતું કે અમારી આ સમસ્યામાં કોઈ પણ જાતની ટેકનીકલ ક્વેરી નથી. જેનો સ્પષ્ટ ઉમેરો કરતાં તેમણે જણાવ્યું હતું કે 2001માં એક ગાઇડલાઇન જારી કરવામાં આવી હતી કે જેમાં ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા દરેક વર્ગને નિયમ મુજબ આપવાનું થાય છે. આખે આખું પેકેજ તે સમયનાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સ્વીકાર્યું હતું. એટલે કે પે પેકેજમાં બધાને બધું જ આપવામાં આવ્યું છે. માત્ર પાર્ટ ટાઈમ શિક્ષકોની સાથે જ આવો વ્યવહાર કરાયો છે.

ઉલ્લેખનીય છે કે તમામ શિક્ષકોએ “અમારું શોષણ બંધ કરો” “હવે અમારો ઉદ્ધાર કરો” “તથા નહીં કિસીસે ભીખ માંગતે, હમ તો હમારા હક માંગતે” જેવા નારાઓ તથા પોસ્ટરો સાથે છેલ્લા 30 વર્ષથી નજીવા પગાર ધોરણમાં કામ કરી શિક્ષકોને પગાર વધારી આ મોંઘવારીની સમયમાં તંદુરસ્ત જીવન નિર્વાહ કરવા માટે પગાર ધોરણ વધારી આપવા માટે માંગણી કરવામાં આવી હતી.

Back to top button