ગુજરાત

અમદાવાદ: સાઇબર સિક્યુરિટી દ્વારા બ્લેકમેઇલ કરીને લાખો પડાવવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો

  • એમિગો એથિકલ હેકિંગ અને સાઇબર સિક્યોરિટી કંપનીની આડમાં જાસૂસી
  • કોન્સ્ટેબલે અનેક લોકોના કોલ ડેટા રેકોર્ડ આપ્યા હતા
  • જુદા-જુદા મોબાઇલ નંબરોના કોલ ડેટા રેકોર્ડની ફાઇલ મળી આવી

અમદાવાદમાં સાઇબર સિક્યુરિટી દ્વારા બ્લેકમેઇલ કરીને લાખો પડાવવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયા છે. જેમાં સાઇબર સિક્યુરિટી ફર્મની આડમાં જાસૂસી ડીસીપી સ્ક્વોડનો કોન્સ્ટેબલ ઝડપાયો છે. પોલીસે હાલ આઠથી નવ સીડીઆર જપ્ત કર્યા છે. કોન્સ્ટેબલને જરૂર પડે ત્યારે બેથી પાંચ લાખ અમિતસિંઘ પાસેથી માગી લેતો હતો. પોલીસકર્મી ડીસીપીના લેટરપેડ અને સ્ટેમ્પનો ઉપયોગ કરીને ડેટા મેળવી લેતો હતો.

એમિગો એથિકલ હેકિંગ અને સાઇબર સિક્યોરિટી કંપનીની આડમાં જાસૂસી

નવરંગપુરામાં એમિગો એથિકલ હેકિંગ અને સાઇબર સિક્યોરિટી કંપનીની આડમાં જાસૂસી કરીને લોકોને બ્લેકમેઇલ કરીને લાખો રૂપિયા પડાવવાના કેસમાં નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે, સાઇબર ક્રાઇમની ટીમે અમિતસિંઘની પૂછપરછ કરતા તેણે ડીસીપી ઝોન-5 સ્કવોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કોલ ડિટેઇલનો રેકોર્ડ એટલે કે સીડીઆર આપતો હોવાનું સામે આવ્યું છે. જેને લઇને પોલીસે કોન્સ્ટેબલની પણ ધરપકડ કરી છે. કોન્સ્ટેબલે અનેક લોકોના કોલ ડેટા રેકોર્ડ આપ્યા હતા અને તેના આધારે અમિતસિંઘ એનાલિસિસ કરીને લોકોને ટાર્ગેટ કરતો હતો. તેમજ કોન્સ્ટેબલ પાસેથી અમિતસિંગ જે કોલ ડેટા રેકોર્ડ લેતો તેના કોન્સ્ટેબલ જરૂર પડે ત્યારે બેથી પાંચ લાખ રૂપિયા માગી લેતો હતો. પોલીસકર્મી ડીસીપીના લેટરપેડ અને સ્ટેમ્પનો ઉપયોગ કરીને ડેટા મેળવી લેતો હતો. પોલીસે અમિતસિંઘની ઓફિસમાં તપાસ કરતા જુદા-જુદા મોબાઇલ નંબરોના કોલ ડેટા રેકોર્ડની ફાઇલ મળી આવી હતી. પોલીસે હાલ આઠથી નવ સીડીઆર જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અમીતસિંઘ ચાર જેટલા આઇપીએસને અને 20 જેટલા પોલીસકર્મીઓને ટ્રેનિંગ આપી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.

ડીસીપીના લેટરપેડનો ઉપયોગ કરીને કોલ ડેટા મેળવતો

અમિતસિંઘની પૂછપરછ કરતા તેને આ ડેટા ડીસીપી ઝોન-5ના સ્ટાફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિનય કથીરિયાએ આપ્યાનું જણાવ્યું હતું. જે અંગે વધુ પુછપરઠછ કરતા જાણવા મળ્યું હતું કે, વિનય અમીતસિંઘની ઓફિસમાં સાઇબરની ટ્રેનિંગ લેતો હતો અને અમિતસિંઘ પાસે અલગ અલગ ગ્રાહકો આવતા તેની જરૂરિયાત મુજબ તે કોન્સ્ટેબલ પાસેથી ડેટા મેળવી આપતો હતો, જેના બદલામાં વિનયને લાખો રૂપિયા આપતો હતો. વિનય અમદાવાદ શહેર પોલીસના ડીસીપી ઝોન-5 ઓફ્સિમાં ઓપરેટર તરીકે વર્ષ 2017થી કામ કરતો હતો. સાઇબર ક્રાઈમને અનેક લોકોના કોલ ડેટા મળી આવ્યા છે, સાથેસાથે વિનયના ઘરે તપાસ કરતા લેપટોપ અને મોબાઇલ પણ મળી આવ્યા છે, જેની તપાસ અને એનાલિસિસ શરૂ કરાયું છે. સામાન્ય રીતે કોઈ પણ મોબાઈલ નંબરના કોલ ડેટા રેકોર્ડ જોઈતા હોય તો ડીસીપી કક્ષાના અધિકારીના સહી કરેલા લેટરપેડના આધારે જ ટેલિકોમ કંપની તે આપતી હોય છે. આ કિસ્સામાં વિનય કથીરીયા ઓપરેટર તરીકે ફરજ બજાવતો હોવાથી ડીસીપીના લેટરપેડનો ઉપયોગ કરીને કોલ ડેટા મેળવતો હતો.

Back to top button