અમદાવાદ: IIM કેમ્પસમાં વિદ્યાર્થીના આપઘાતના મામલે થયો ચોંકાવનારો ખુલાસો
- નાયલોનની દોરી બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો
- પોલીસે મોબાઇલ અને લેપટોપ એફ્એસએલમાં મોકલીને વધુ તપાસ શરૂ કરી
- હાલ પોલીસે અન્ય લોકોના પણ નિવેદન લેવાનું શરૂ કર્યુ છે
અમદાવાદ IIM કેમ્પસમાં વિદ્યાર્થીના આપઘાતના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં IIM ઇવેન્ટની સ્પોન્સરશિપ બાબતે ઠપકો મળતા ડિપ્રેશનમાં આપઘાત કર્યો હોવાનો માતાપિતાનો આક્ષેપ છે. દેશની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)ના એમબીએના બીજા વર્ષમાં ભણતા 24 વર્ષીય તેલંગાણાના અક્ષિત ભૂખિયાએ હોસ્ટેલના રૂમમાં બારીના વેન્ટિલેશન સાથે નાયલોનની દોરી બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.
હાલ પોલીસે અન્ય લોકોના પણ નિવેદન લેવાનું શરૂ કર્યુ છે
જેને લઇને સમગ્ર કેમ્પસમાં શોકનો માહોલ છવાયો હતો. હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને કયા કારણોસર આત્મહત્યા કર્યો તે બાબતે પોલીસે માતા-પિતા, મિત્રો તથા ફેકલ્ટીના નિવેદન નોંધ્યા છે. જેમાં આગામી યોજાનાર ઈવેન્ટની સ્પોન્સરશિપને લઈને અક્ષિતને ઠપકો મળતા ડિપ્રેશનમાં આવીને આ પગલુ ભર્યુ હોવાનો માતા-પિતાએ આક્ષેપ કર્યો છે. હાલ પોલીસે અન્ય લોકોના પણ નિવેદન લેવાનું શરૂ કર્યુ છે. સાથે જ આત્મહત્યાના કોઈ ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.
પોલીસે મોબાઇલ અને લેપટોપ એફ્એસએલમાં મોકલીને વધુ તપાસ શરૂ કરી
આઈઆઈએમના પોસ્ટ ગ્રેજ્યુએશનના તેલંગાણાના 24 વિધાર્થી અક્ષિતે ગુરુવારે બપોરે વેન્ટિલેશનના સળિયા સાથે લટકીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બનતા જ કેમ્પસમાં સન્નાટો છવાઈ ગયો હતો. પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમમાં મોકલી આપી તપાસ કરી હતી. પોલીસે તેના મિત્રો, ફેકલ્ટી તથા માતા-પિતાના નિવેદનો લીધા હતા. જો કે મિત્રોના નિવેદનમાં તે તેને સારી રીતે ઓળખતા હતા ભણવામાં હોશિયાર હોવાનું લખાવ્યુ હતુ અને કયા કારણોસર આત્મહત્યા કરી તેનું કોઈ કારણ જાણવા મળ્યુ નથી. બીજી બાજુ માતા-પિતાના નિવેદન લેતા પિતાએ આક્ષેપ કર્યો હતો કે આગામી યોજાનાર ઈવેન્ટની સ્પોન્સરશિપને લઈને અક્ષિતને ઠપકો મળતા તે ડિપ્રેશનમાં હોવાથી તેણે આત્મહત્યાનું પગલુ ભર્યુ હોઈ શકે છે. જો કે હાલ પોલીસને કોઈ સચોટ માહિતી ન મળતા પોલીસ નક્કર કારણ સુધી પહોંચી શકી નથી. જેથી પોલીસે મોબાઇલ અને લેપટોપ એફ્એસએલમાં મોકલીને વધુ તપાસ શરૂ કરી છે.