ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: હાટકેશ્વરના છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ મામલે ચોંકાવનારો ખુલાસો થયો

ચૂંટણી હોવાથી હાટકેશ્વર બ્રિજના હલકી ગુણવત્તાના મટિરિયલ્સનો રિપોર્ટ દબાવી દીધો’ તથા 2022માં જ બોગસ મટિરિયલનો રિપોર્ટ આવ્યો છતાં તંત્ર ગંભીર ન થયું. તેમજ જવાબદાર કોન્ટ્રાક્ટર, મ્યનિ. અધિકારીઓ સામે કાર્યવાહી કરવા વિપક્ષની માગ છે. તેમાં બ્રિજમાં M 45 ગ્રેડના બદલે M 25 ગ્રેડનો કોંક્રિટ વપરાયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં રખડતા પશુઓનો ત્રાસ, એક વર્ષમાં 59 હજારથી વધુ લોકોને કરડયાં

મ્યુનિ.એ લેબોરેટરીમાં કરાવેલા ટેસ્ટમાં હલકી ગુણવત્તાના મટીરીયલથી બ્રિજ બનાવાયો હોવાનું બહાર આવ્યું

હાટકેશ્વરના છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. મ્યુનિ.એ લેબોરેટરીમાં કરાવેલા ટેસ્ટમાં હલકી ગુણવત્તાના મટીરીયલથી બ્રિજ બનાવાયો હોવાનું સપ્ટેમ્બર-2022મા બહાર આવ્યું છે. પરંતુ મ્યુનિ સત્તાધિશોએ ચૂંટણીના સમયગાળો હોવાના કારણે સમગ્ર મામલે બહાર આવે નહીં તેવા આશયે રિપોર્ટ દબાવી દીધનો આક્ષેપ મ્યુનિ.વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. નિર્માણ વખતે 50 વર્ષ સુધી બ્રિજના સ્ટ્રકચરની લાઇફ નક્કી કરવામાં આવી હતી. પરંતુ પાંચ જ વર્ષમાં બ્રિજમાં 6 વખત ગાબડા પડતાં રિપેરિંગ કરવો પડયો હતો. બ્રિજ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર અને મ્યુનિ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા મ્યુનિ.વિપક્ષે માગણી કરી છે.

હલકી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગના લીધે બ્રિજની દુર્દશા થઈ

સમગ્ર મામલે મ્યુનિ. વિપક્ષના નેતાએ આક્ષેપ કરતાં કહ્યું છે કે,મ્યુનિ કોર્પોરેશને KCT અને CIMEC નામની બે લેબોરેટરીમાં હાટકેશ્વર બ્રિજના સોલિડ એન્ડ મટીરીયલનું ટેસ્ટિંગ કરાવ્યું હતુ. જેમાં સપ્ટેમ્બર-2022માં આવેલા રિપોર્ટમાં સ્પષ્ટ થઇ ગયું હતું કે, બ્રિજમાં હલકી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગના લીધે બ્રિજની દુર્દશા થઈ ગઈ છે. પરંતુ ચૂંટણી હોવાના લીધે લોકો વિરોધ ના કરે અને મામલો વધારે બગડે નહીં માટે શાસકપક્ષના કહેવાથી મ્યુનિ.અધિકારીઓએ આ રિપોર્ટ દબાવી દીધો હતો. આ ભ્રષ્ટાચાર મામલે જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને જવાબદાર મ્યુનિ.અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે.

મ્યુનિ.ના કોઇ અધિકારી સામે પણ કાર્યવાહી કરાઇ નથી

CIMEC લેબોરેટરીમાં બ્રિજના કોન્ક્રીટનો પ્રાઇમરી ગણાતો રિબાઉન્ડ હેમર ટેસ્ટ ફેલ થયો હતો. ઉપરાંત રિપોર્ટમાં બ્રિજના નિર્માણમાં M 45 ગ્રેડનો ક્રોંક્રીટ વાપરવાના બદલે M 25 ગ્રેડનો જ વાપરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. બ્રિજ બનાવનાર કોન્ટ્રાકટર અજય એન્જિ.ઇન્ફ્રા.પ્રા.લી સામે કોઇ પગલાં લેવાયા નહી. તેમજ સ્પેશિયલ પ્રકારનું ઇન્સ્પેકશન કરનારા પંકજ પટેલ કન્સલ્ટીંગ એન્જી.પ્રા.લી સામે કે મ્યુનિ.ના કોઇ અધિકારી સામે પણ કાર્યવાહી કરાઇ નથી. તેવો આક્ષેપ વિપક્ષના નેતાએ કર્યો છે.

Back to top button