ગુજરાત

અમદાવાદ: પોલીસના નકલી સ્ટેમ્પથી RTOમાંથી આરસી બુક મેળવવાના કૌભાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • વસ્ત્રાલ RTOમાં ડુપ્લિકેટ સર્ટિફ્કિેટના આધારે કૌભાંડ થયુ
  • આરસી બુક પેટે 7 હજાર લેતા તેમાંથી બે હજાર કમિશન રાખતા
  • મુખ્ય આરોપી રફિકમિયાની ધરપકડ બાદ અનેક ખુલાસા થયા

અમદાવાદમાં પોલીસના નકલી સ્ટેમ્પથી RTOમાંથી આરસી બુક મેળવવાના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં પોલીસ સ્ટેશનના નકલી સ્ટેમ્પ અને સિક્કાથી RC બુક મેળવતા હતા. તેમજ એજન્ટો ગ્રાહકો પાસેથી આરસી બુક પેટે 7 હજાર લેતા તેમાંથી બે હજાર કમિશન રાખતા હતા.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેર સહિત જિલ્લાના 5 તાલુકામાં હોમગાર્ડ જવાનોની ભરતી કરાશે

વસ્ત્રાલ RTOમાં ડુપ્લિકેટ સર્ટિફ્કિેટના આધારે કૌભાંડ થયુ

આરોપીઓ ગ્રાહકો શોધીને તેમના ડોક્યુમેન્ટ મુખ્ય આરોપી રફિકમિયાને સોંપતા હતા. તેમજ આરસી બુક કૌભાંડમાં મુખ્ય આરોપી રફિકમિયાની ધરપકડ બાદ અનેક ખુલાસા થયા છે. અસલાલી પોલીસ સ્ટેશનના નકલી સિક્કા અને ક્રાઇમ રાઇટરનો બનાવટી સ્ટેમ્પ બનાવી આરટીઓમાંથી આરસી બુક મેળવવાના કૌભાંડમાં વધુ ત્રણ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણ એજન્ટો વસ્ત્રાલ આરટીઓમાં કામ કરતા હતા અને આરસીબુક માટે ધક્કા ખાતા લોકોને શોધી તેમની આરસીબુક બનાવી આપવાનું કહીને ડોક્યુમેન્ટ મેળવી લેતા અને મુખ્ય આરોપી રફ્કિમિયાને આપતા હતા. વસ્ત્રાલ RTOમાં આવા ડુપ્લિકેટ સર્ટિફ્કિેટના આધારે કયા પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે તેની પણ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: ગુજરાત: નર્મદા ડેમમી જળ સપાટી 138.67 મીટર પહોંચી, પાણીની આવક 4.15 લાખ ક્યૂસેક 

આરસી બુક કૌભાંડમાં મુખ્ય આરોપી રફિકમિયાની ધરપકડ બાદ અનેક ખુલાસા થયા

આરસી બુક કૌભાંડમાં મુખ્ય આરોપી રફિકમિયાની ધરપકડ બાદ અનેક ખુલાસા થયા છે. રફિકમિયાએ જણાવ્યું કે, તેની સાથે વસ્ત્રાલ આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરતા વાસણાનો 42 વર્ષીય ચિંતન શાહ, ઇસનપુરનો 54 વર્ષીય હિતેશ ઠક્કર અને બાપુનગરનો 44 વર્ષીય અબ્દુલકાદર પઠાણ કામ કરતા હતા. આ લોકો આરસીબુક માટે ધક્કા ખાતા લોકોને શોધી તેમને આરસીબુક બનાવી આપવાની વાત કરી કામ મેળવતા હતા. બાદમાં આ ત્રણેય વાહનચાલકોના ડોક્યુમેન્ટો રફ્કિમિયા શેખને મોકલી આપતા. આમ આ ચારેય આરોપીઓ ઘણા સમયથી ભેગા મળીને કામ કરતા હતા.

ચિંતન, હિતેશ અને અબ્દુલ કાદર ગ્રાહકો શોધીને લાવતા તેનું બે હજાર કમિશન લેતા જ્યારે મુખ્ય આરોપી રફ્કિમિયા 5 હજાર લેતો હતો. આમ કુલ સાત હજારમાં નવી આરસી બુક બનાવી આપવાનું કૌભાંડ ચાલતું હતું. આરોપી સાથે અન્ય 17 જેટલા RTO એજન્ટો પણ સામેલ હતા જેમને ઝડપી પાડવા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરાઇ છે.

Back to top button