ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી કૌભાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો

Text To Speech
  • ચોથા વર્ષના 14 વિદ્યાર્થીની કુલ 28 ઉત્તરવહી ગુમ
  • પટાવાળો સ્ટોરરૂમમાંથી ઉત્તરવહી કાઢીને વિદ્યાર્થીઓને આપતો
  • શનિ અને અમિતસિંઘને શોધવા પોલીસે ચક્રોગતિમાન કર્યા

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ગુજરાત યુનિ.માં પટાવાળો સ્ટોરરૂમમાંથી ઉત્તરવહી કાઢીને વિદ્યાર્થીઓને આપતો હતો. તથા B.SCના ચોથા વર્ષના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગુમ થવાનો મામલે એકની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીનો પારો 37 ડિગ્રી પણ આ વિસ્તારોમાં આવશે વરસાદ 

શનિ અને અમિતસિંઘને શોધવા પોલીસે ચક્રોગતિમાન કર્યા

વિદ્યાર્થીઓને રાત્રે ઉત્તરવહી આપી જવાબ લખાવી પરત લઈ લેતો, 14 ઉત્તરવહી સંતાડયાનું ખૂલ્યું છે. તેમાં શનિ અને અમિતસિંઘને શોધવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં નર્શિંગ વિભાગની 28 જેટલી ઉત્તરવહી ગુમ થવાના કેસમાં કોલેજના પટાવાળાની જ ભૂમિકા સામે આવતા સાઇબર ક્રાઇમે તેની ધરપકડ કરી છે. આરોપી રાત્રે ઉત્તરવહી આપીને વિદ્યાર્થીઓ પાસે જવાબ લખીને પરત લઈ લેતો હતો. આરોપીએ સંતાડેલી 14 ઉત્તરવહીઓ પણ પોલીસે જપ્ત કરીને વધુ બે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: ગુજરાત: શિક્ષકનું અકસ્માતમાં મોત થતા HCએ વીમા કંપનીને રૂ.90 લાખ વળતર ચૂકવવા આદેશ

ચોથા વર્ષના 14 વિદ્યાર્થીની કુલ 28 ઉત્તરવહી ગુમ

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાંથી બીએસસી નર્શિંગના ચોથા વર્ષના 14 વિદ્યાર્થીની કુલ 28 ઉત્તરવહી ગુમ થતા બે મહિનાથી ભારે વિવાદ ચાલી રહ્યો છે. જેના પગલે ગત, 12 જુલાઈએ યુનિવર્સિટી દ્વારા ઉત્તરવહી ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતા શનિ ચૌધરી અને અમિતસિંઘની સંડોવણી સામે આવતા પોલીસે બંનેને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા, પરંતુ હજુ સુધી પકડાયા નથી.

Back to top button