અમદાવાદ: શિક્ષણાધિકારીની કચેરી દ્વારા “કારકિર્દીના પંથે” નામનો કાર્યક્રમ શરૂ કરાયો


ગુજરાતના અમદાવાદ શહેરના 600 શિક્ષકોને કેરિયર કાઉન્સિલર તરીકે તાલીમ અપાશે. જેમાં સપ્તાહમાં એક પિરિયડ કારકિર્દી માર્ગદર્શન માટે ફાળવવા સૂચના આપવામાં આવી છે. તેમજ કારકીર્દી માટે DEO કચેરી સાહિત્ય તૈયાર કરશે. તથા શિક્ષકોને કેરિયર કાઉન્સિલર તરીકે 24મીના રોજ તાલીમ આપવામાં આવશે.
આ પણ વાંચો: સુરતમાં આચાર્યની અનોખી પહેલ: 1,400 વિદ્યાર્થિની નૃત્ય-ગીતના સહારે શીખે છે ગણિત
સપ્તાહમાં એક પિરિયડ કારકિર્દી માર્ગદર્શન માટે ફાળવવો
અમદાવાદ શહેરની સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણને લગતી તમામ માહિતી મળી રહે તેના માટે સપ્તાહમાં એક પિરિયડ કારકિર્દી માર્ગદર્શન માટે ફાળવવા ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલોને સુચના આપવામાં આવી છે. જેના માટે અમદાવાદ શહેરની સ્કૂલોના 600 જેટલા શિક્ષકોને કેરિયર કાઉન્સિલર તરીકે 24મીના રોજ તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત ડીઈઓ કચેરી દ્વારા કારકીર્દી માર્ગદર્શન માટે અદ્યતન સાહિત્ય તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે સ્કૂલો મારફતે વિદ્યાર્થીઓ સુધી પહોચાડવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદ ઝોનની સ્કૂલોને ફી વધારવાનું મોકળું મેદાન મળી ગયું, જાણો કેમ
શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કારકિર્દીના પંથે નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કારકિર્દીના પંથે નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્કૂલોમાં અઠવાડીયામાં એક પિરિયડ વિદ્યાર્થીઓને માત્ર કારકીર્દી માર્ગદર્શન આપવા માટે રાખવામાં આવશે. સ્કૂલના એક શિક્ષકને કેરિયર કાઉન્સેલર તરીકે નિમણુંક આપવા માટે સ્કૂલોને આદેશ કરાયો છે. શિક્ષકને કેરિયર કાઉન્સેલર તરીકે નિમણુંક કરાશે અને તેમની પ્રથમ તાલીમ 24મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. શાળાએ શૈક્ષણિક આયોજનમાં એક તાસ કેરીયર કાઉન્સેલીંગ માટે ફળવવા માટે પણ જણાવાયું છે. આ તાસમાં સાંપ્રત પ્રવાહમાં વ્યવસાયીક તકોની ઉપલબ્ધતા, સક્સેસ સ્ટોરી જેવા વિષયોને સામેલ રાખી વિદ્યાર્થીઓને જાગૃત કરવાના રહેશે.