અમદાવાદ: સિવિલમાં કામ કરતા આઉટસોર્સનાં કર્મચારીઓના શોષણ બાબતે કરાઈ રજૂઆત!! જાણો શું કહ્યું સુપ્રિન્ટેન્ડેંટે ?
15 એપ્રિલ અમદાવાદ: એશિયાની સૌથી મોટી એવી અમદાવાદની અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં RTI એક્ટિવિસ્ટ કમિટી દ્વારા વિશ્વા એન્ટરપ્રાઈઝ દ્વારા કામ કરતાં આઉટસોર્સના કર્મચારીઓનું થતું શોષણ અટકાવીને ન્યાયના હિતમાં કાર્યવાહી કરવા બાબત સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીને રજૂઆત કરાઈ હતી.
કર્મચારીઓને ન્યાય ક્યારે મળશે?
આર.ટી.આઈ એક્ટિવિસ્ટ કમિટીના પ્રમુખે એચડી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વિશ્વ એન્ટરપ્રાઇઝ દ્વારા હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીએ સાથે થતો અન્યાય ક્યારે અટકશે અને એમને ન્યાય ક્યારે મળશે? તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારી જાહેર રજાઓનું ડબલ પગાર કર્મચારીને આપવામાં આવતું નથી એક પગાર ચૂકવાય છે અને એક પગાર ચાઉ થઈ જાય છે. કર્મચારીને સેફટી બુટ આપવામાં આવતા નથી. કર્મચારીને વર્ષમાં બે ડ્રેસ આપવાની જગ્યાએ એક જ ડ્રેસ અપાય છે. કર્મચારીને ગંદકી એલાઉન્સ ચુકવવવામાં આવતું નથી તેવી જ રીતે કર્મચારીને વોશિંગ એલાઉન્સ ચુકવવામાં આવતું નથી. આ તમામ સુવિધાઓથી કર્મચારી વંચિત કેમ? તેમજ આઈડી કાર્ડ આપાતા નથી તથા સ્પે. એલાઉન્સ, ઓ.ટી. એલાઉન્સ જેવા એલાઉન્સ પણ વિશ્વા એન્ટરપ્રાઈઝ દ્વારા ચુકવાતા નથી
10 લાખ OPD અને 58 હજારથી વધુ ઓપરેશન થયાં
આ તમામ રજૂઆત અંગે સિવિલના સુપ્રીટેન્ડેન્ટ ડો. રાજેશ જોષીએ એચડી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આવી કોઈ પણ સમસ્યા હોય તો કર્મચારીઓ સૌથી પહેલા મને જણાવે, હું તમામ સમસ્યાનું નિવાડો લાવવા માટે જ અહીંયા બેઠો છું. જોકે આર.ટી.આઈ એક્ટિવિસ્ટ કમિટીની રજૂઆત તેમણે વ્યવસ્થિત સાંભળી હતી અને આ તમામ મુદ્દે તાત્કાલિક નિરાકરણ લાવવાની બાહેંધરી પણ આપી હતી. વધુમાં સિવિલ હોસ્પિટલમાં જે હાલમાં સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે તે અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલનાં કેમ્પસમાં રોડ ઉપર રીક્ષા ફરે છે તેને તમામ લોકોને ઠંડુ પાણી પીવડાવે છે. વર્ષે 58 હજારથી વધુ ઓપરેશન સિવિલ હોસ્પિટલમાં ગયા વર્ષે થયા છે. તેમજ દસ લાખથી વધુ ઓપીડી અહીંયા કરવામાં આવી છે. અહીંયા દેશના તમામ નાગરિકો માટે તદ્દન નિશુલ્ક સારવાર આપવામાં આવે છે. તથા સિવિલ હોસ્પિટલનું તંત્ર હંમેશા એક કોશિશ કરતું હોય છે કે અહીં આવનાર દર્દીને તમામ સારવાર મફત મળે અને અમોને ત્યાંથી રાજી થઈને પોતાના ઘરે જાય, સિવિલ હોસ્પિટલમાં વેલેન્ટ પાર્કિંગ છે, ફ્લોર મેનેજમેન્ટ સિસ્ટમ છે, ઓર્ગન ડોનેશન સહિતનાં ઘણા કામો છે જેને લઈને અમે લોકો એવું કામ કરીએ છીએ કે જેથી સોસાયટીને કંઈક ફાયદો થાય માત્ર એક સેવા કરવાના આશયથી આ હોસ્પિટલ ચાલી રહ્યું છે.