અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાતહેલ્થ

અમદાવાદઃ ઘરે પાર્સલ પહોંચતા બ્લાસ્ટ થયો; HCમાં કામ ન થતા બદલો લેવા ક્લાર્કના ઘરે બ્લાસ્ટ કરાયો; પાર્સલ આપનાર ઝડપાયો

Text To Speech

21 ડિસેમ્બર 2024 અમદાવાદ; અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી શિવમ રો હાઉસ સોસાયટીમાં હાઇકોર્ટમાં ક્લાર્ક તરીકે કામ કરતા બળદેવભાઈ સુખડિયાના ઘરે પાર્સલ મોકલી બ્લાસ્ટ કરી મારી નાખવા અથવા ઇજા પહોંચાડવાના ઇરાદે યુવક પહોંચ્યો હતો. બ્લાસ્ટ થતાની સાથે જ બળદેવભાઈના ભાઈને ઇજાઓ થઈ હતી અને હોસ્પિટલ ખસેડાયો હતો. જે બાદ પાર્સલ આપનાર યુવકને પણ ધરપકડ કરી લેવામાં આવી છે. અને આ ઘટના પાછળ જવાબદાર અન્ય ઈસમોના નામ પણ પોલીસ પાસે પહોંચી ગયા છે. બનાવ બનતા JCP નીરજ બડગુજર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

HCમાં કામ ન થતા રૂપેણ બારોટે કરાવ્યો બ્લાસ્ટ
બલદેવભાઈ સુખડિયાએ જણાવ્યું હતું કે મને જાણ બહાર કોઈ ઈસમ પાર્સલ લઈને મારા ઘરે પહોંચ્યો હતો. અને મને કહ્યું હતું કે સુરેશભાઈએ મોકલ્યો છે. અને એ ટાઈમે અચાનક જ પાર્સલમાંથી ધુમાડો નીકળવાનો શરૂ થયું. અને તાત્કાલિક અચાનક જ બ્લાસ્ટ થયો. બનાવ બનતા પાર્સલ આપનારના હાથ પણ દાઝી ગયા હતા. પાર્સલ આપવાના આવનાર પૂછપરછ કરતા તે ભાગવા લાગ્યો હતો અને કોઈપણ સવાલનો જવાબ આપ્યો ન હતો. તેમણે શંકા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રૂપેણ બારોટ નામનો વ્યક્તિ આ ઘટના પાછળ હોઈ શકે. કારણકે હું હાઇકોર્ટમાં ક્લાર્ક તરીકે કામ કરું છું. મેં રૂપેણને પાસામાં અનેક વખત છોડ્યો છે આ વખતે કામ ના કર્યું એટલે આવા પ્રકારનું કૃત્ય તે કરી શકે. રૂપેણ બારોટ ઉપર અનેક ગુના નોંધાયેલા છે. અને છેલ્લા 12 વર્ષથી મારા પરિચયમાં છે.

દારૂખાનું, બેટરી, રીમોટ મળી આવ્યા
JCP નીરજ બડગુજરે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બ્લાસ્ટ કરાવવાનું કારણ પારિવારિક ઝઘડો છે. પાર્સલ આપવા આવનાર ગૌરવ નિરંજનભાઇ ગઢવીની ધરપકડ કરી લેવામાં આવી છે. સવારે 10:45 શિવમ રો હાઉસમાં બળદેવભાઈના ઘરે ગૌરવ ગઢવી પાર્સલ લઈને પહોંચ્યો હતો. આ બ્લાસ્ટમાં દારૂખાના, બેટરી, રિમોટ જેવી ઈલેક્ટ્રીક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલ બ્લાસ્ટ કરાવનાર વ્યક્તિઓના નામ પોલીસ પાસે આવી પહોંચ્યા છે અને ટૂંક સમયમાં યોગ્ય તપાસ કરી માહિતી આપવામાં આવશે.

Back to top button