ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: IPSના ચકચારી હનીટ્રેપ કાંડમાં નવો વિવાદ સામે આવ્યો

રાજ્યનાં આઈપીએસ અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવ્યાના સમાચાર અંગે ભારે ચર્ચા થઇ રહી હતી. જેમાં ગુજરાત પોલીસે પૂર્ણવિરામ મૂકતા જણાવી દીધું છે કે, હનીટ્રેપ થયું જ નથી. નોંધનીય છે કે, આ કથિત હનીટ્રેપના બનાવમાં ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત પોલીસ અકાદમીમાં ધોડેસવારીની તાલીમના બહાને આવેલી એક યુવતી દ્વારા રાજ્ય પોલીસના IPS અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની વાતે ભારે ચર્ચા જમાવી હતી. આ વાતને રાજ્યના DGPની કચેરી દ્વારા સત્તાવાર રીતે અફવા ગણાવી છે અને છ આઈપીએસ અધિકારીઓને ક્લીનચિટ આપી દીધી છે.

આ પ્રકરણમાં વધુ પાંચથી સાત નામો ઉમેરાવાની શક્યતા

પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં વધુ પાંચથી સાત નામો ઉમેરાવાની શક્યતા છે. યુવતીએ તેના ફોટાનો સોશિયલ મીડિયા ઉપરથી ખોટી રીતે સ્ક્રીનશોટ લઈ, તે ફોટાને હનીટ્રેપ પ્રકરણમાં ખોટી રીતે જોડી વાયરલ કરી સાઇબર ક્રાઇમ કરનાર સામે ફરિયાદ નોંધાવી ન્યાયની માંગણી કરી છે.

નડિયાદની યુવતી ખોટી રીતે બદનામીનો ભોગ બની

ગાંધીનગરમાં આઇપીએસ હનીટ્રેપમાં ફસાયા હોવાનુ પ્રકરણ ખુબ જ ચર્ચાસ્પદ બન્યું હતું. ત્યારે આ પ્રકરણમાં નડિયાદની યુવતીનો ફોટો મૂકીને તેને હની ટ્રેપ સાથે જોડવાનો પ્રયાસ કરનાર પાંચ ઈસમો સામે ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ મામલે આઈપીએસ ઓફિસરોને‌ તો ક્લિનચીટ પહેલા જ આપી દેવાઇ છે. જો કે નડિયાદની યુવતી ખોટી રીતે બદનામીનો ભોગ બની હોવાનુ પોલીસ ફરીયાદમા સામે આવ્યુ છે.

હનીટ્રેપકાંડમાં તમામ અધિકારીઓને ક્લિન ચીટ

યુવતીએ પોલીસ ફરીયાદમા જણાવ્યા અનુસાર યુવતી નડિયાદ તાલુકાના એક ગામમાં રહે છે. પોતે ઘોડે સવારીની શોખીન છે. તેણે ઘોડે સવારી કરતી વખતના પોતાના કેટલાક ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મૂક્યા હતા. જેના સ્ક્રીનશોટ લઈને તે હનીટ્રેપની મુખ્ય આરોપી છે, તે પ્રકારે વાયરલ કરવામાં આવ્યા હતા. જેના પગલે યુવતીને ભારે મુશ્કેલી અને બદનામીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. છેલ્લા લાંબા સમયથી બદનામીનો ભોગ બનેલી યુવતીએ અંતે ચકલાસી પોલીસ મથકે વિજયસિંહ રાજપુત, બરકતુલ્લા ખત્રી, અશ્વિન, હેતલ સોલંકી તથા અન્ય એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર મામલે તપાસ ડાકોર પોલીસ ચલાવી રહી છે

5 જેટલા શખ્સોમાં આશરે 3 જેટલા પત્રકાર હોવાનુ સામે આવ્યુ છે. જેઓ પોતાનુ ન્યુઝ પોર્ટલ ધરાવે છે અને આ મામલે એક અહેવાલ બનાવ્યો હતો. જેને પગલે યુવતીની વધુ બદનામી થઈ હોવાનુ સામે આવ્યુ છે. તો પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસે આ પ્રકરણમાં ફરીયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં 2 લોકોની અટકાયત પણ કરી લીધી છે. પુછપરછ દરમિયાન અનેક ચોંકવનારા ખુલાસા થવા ઉપરાંત કેટલાક ચોંકાવનારા નામ પણ સામે આવે તેવી શક્યતા છે. હાલમાં આ સમગ્ર મામલે તપાસ ડાકોર પોલીસ ચલાવી રહી છે.

Back to top button