અમદાવાદઃ શેલામાં આખી બસ ડૂબે એટલો મોટો ખાડો પડ્યો, ઘટનાનો લાઈવ વીડિયો જૂઓ


અમદાવાદ, 30 જૂનઃ જૂન મહિનાનો આજે છેલ્લો દિવસ અમદાવાદ માટે વરસાદી આફત લઈને આવ્યો. શહેરમાં 11 વાગ્યા પછી શરૂ થયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. જોકે, સદ્દનસીબે આજે રવિવાર હોવાને કારણે મોટાભાગના લોકો, નોકરિયાતો મુશ્કેલીમાંથી બચી ગયા છે.
શેલા વિસ્તારમાં વિશાળ ખાડો સર્જાયો છે તેનો લાઈવ વીડિયો HD Newsને ઉપલબ્ધ થયો છે, જૂઓ અહીં-
જૂઓ શેલા વિસ્તારના વિશાળ ખાડાનો વીડિયો –
View this post on Instagram
ભારે વરસાદને કારણે શહેરના પશ્ચિમ વિસ્તાર શેલામાં ખૂબ વિશાળ ખાડો પડી ગયો છે. એક આખી બસ સમાઈ જાય એટલા મોટા ખાડાને કારણે સમગ્ર શેલા વિસ્તારમાં લોકો માટે અવરજવર કરવાનું અશક્ય બની ગયું છે.
પશ્ચિમ અમદાવાદમાં એવો કોઈ રસ્તો નથી જ્યાં પાણી ભરાયાં ન હોય, પરિણામે વાહન ચાલકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઘણી જગ્યાએ વાહનો પાણીમાં ફસાઈ ગયાં છે તો અનેક જગ્યાએથી લોકોએ પરત ફરીને અન્ય વૈકલ્પિક રસ્તા ઉપર જવું પડે છે. ઠેકઠેકાણે સ્થાનિક સેવાભાવી લોકો રસ્તા પર ઊભા રહીને વાહન ચાલકો ન ફસાય તે માટે માર્ગદર્શન આપતા પણ જોવા મળી રહ્યા છે.