ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: નકલી દસ્તાવેજો લઈ યુવતી PSIની ટ્રેનિંગ માટે પહોંચી અને ભરાઇ ગઇ

અમદાવાદમાં પિતાના કોડ પૂરા કરવા નકલી દસ્તાવેજો લઈ યુવતી PSIની ટ્રેનિંગ માટે પહોંચી અને ભાંડો ફુટી ગયો હતો. કરાઈ એકેડેમીમાં યુવતીએ રજૂ કરેલા હસ્તલિખિત લેટર પર DGPની સહી પર શંકા પડી હતી. તેમજ એટેન્ડિંગ ઓફિસરે PSIમાં પાસ થયેલા ઉમેદવારોનું લિસ્ટ ચકાસતા સમગ્ર મામલો સામે આવ્યો છે. તેમાં યુવતીએ પિતાનું સપનું સાકાર કરવા આમ કર્યું હોવાનું કબૂલ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ: AMC ટેક્સ મામલે આકરા પાણીએ, જાણો કઇ મિલકતો સીલ કરાઇ 

PSI બનવા કરાઈ એકેડમી પહોંચેલી વેજલપુરની યુવતી પકડાઇ

ખોટા ડોક્યુમેન્ટનાં આધારે PSI બનવા કરાઈ એકેડમી પહોંચેલી વેજલપુરની યુવતી પકડાઇ ગઇ હતી. યુવતીએ પિતાનું સપનું સાકાર કરવા આમ કર્યું હોવાનું કબૂલ્યું હતું. તાજેતરમાં લેવાયેલી PSIની ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોની કરાઈ એકેટમી ખાતે ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. PSI બનવા માંગતી યુવતી ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કરી પત્ર હાથથી લખી વિકાસ સહાયની ખોટી સહી કરી પહોંચી હતી. લિસ્ટમાં નામ ન હોવાથી અને હસ્ત લિખિત લેટરના કારણે શંકા જતાં ભાંડો ફૂટયો હતો. આ મામલે PSIએ ડભોડા પોલીસ સ્ટેશનમાં યુવતી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે. કરાઇ પોલીસ એકેડેમીમાં પહોંચેલી યુવતીએ PSI ભરતી બોર્ડનું ભરેલું ફોર્મ તેમજ હસ્ત લિખિત પત્રો રજૂ કર્યા હતા. આ ડોક્યુમેન્ટ ખોટા હોવાની શંકા છતાં અધિકારીએ ક્રોસ વેરિફિકેશન કરવા પીએસઆઇમાં પાસ થયેલા ઉમેદવારોનું લિસ્ટ ચેક કરતા યુવતીનું નામ ન હતુ. આ ઉપરાંત, પાસ થયેલા 289 ઉમેદવારો ટ્રેનિંગમાં હાજર હોવાનું પણ સામે આવ્યુ હતુ. જેને પગલે ડોક્યુમેન્ટ ખોટો હોવાનું સ્પષ્ટ થયુ હતુ.

આ પણ વાંચો: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપના 10 જિલ્લા પ્રમુખો બદલાશે, જાણો કોણ જશે 

બે મહિના પહેલા પિતાનું અવસાન થયુ હતુ

ધારા જોષી વેજલપુરની રહેવાસી છે અને તે LLBના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. બે મહિના પહેલા પિતાનું અવસાન થયુ હતુ. પિતાનું સપનું હતુ તે મારી દિકરી પોલીસ બને. પિતાનું સપનું પૂરૂ કરવા માટે મહેનત કરી હતી પરંતુ સફળતા મળી ન હતી. પરંતુ પરિવારજનોને ખુશ કરવા માટે પહેલાં PSIની પ્રિલીમ પરિક્ષામાં પાસ થયાનો ખોટો લેટર બનાવ્યો બાદમાં મેઈન પરીક્ષામાં ઉત્તીર્ણ થયાનો પણ લેટર બનાવ્યો હતો. બાદમાં છેલ્લે મુખ્યમંત્રીનાં હસ્તે PSI પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને કોલ લેટર એનાયત થયા હતા. જે લેટર પણ ખોટો બનાવીને પરિવાર સમક્ષ રજૂ કર્યો હતો. બાદમાં પીએસઆઇની ટ્રેનિંગ શરૂ થઇ ગઇ હોવાથી ધારા ઘરે રહેતી હોવાથી માતા અને મંગેતર કેમ ટ્રેનિંગમાં જતી નથી તેમ પૂછપરછ કરતા હતા. અંતે નાછૂટકે યુવતી ગઈકાલે ખોટા ડોક્યુમેન્ટ લઈને કરાઈ એકેડેમીમાં હાજર થવા પહોંચતાં સમગ્ર ભાંડો બહાર આવી ગયો હતો.

Back to top button