મધ્ય ગુજરાત
અમદાવાદ : ફર્નિચરની દુકાનમાં આગ લાગતા દુકાન બળીને ખાખ


અમદાવાદમાં ગાંધીબ્રિજના છેવાડે આવેલી એક ફર્નિચરની દુકાનમાં આજે બપોરે અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફર્નિચરની દુકાન હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી હતી અને આખી દુકાન બળીને ખાક થઈ ગઈ હતી. આગ એટલી બધી પ્રસરી હતી કે આજુબાજુના વિસ્તારને પણ લપેટામમાં લઈ લીધી હતી.
આ પણ વાંચો : પાલનપુર: બાઇક ચોરીમાં થરાદના બે આરોપીઓ ઝડપાયા
મળતી માહિતી મુજબ આજે બપોરે ગાંધીબ્રિજ પાસે એક ફર્નિચરની દુકાનમાં આગ લાગતા અફરાતફરી થઈ ગઈ હતી અને આગ એટલી વિકરાળ હતી કે આસપાસના વિસ્તારને પણ ઝપેટમાં લઈ લીધી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પણ આગ ના લીધે સમગ્ર દુકાન બળી ગઈ હતયી બાદમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર પાણી નો મારો ચલાવીને આગને કાબૂમાં લઈ લીધી હતી.