Ahmedabad : સાત જ મહિનામાં અટલ બ્રિજ ઉપર લગાવેલ કાચમાં તિરાડ !


અમદાવાદ સાબરમતી નદી ઉપર 80 કરોડથી વધુના ખર્ચ સાથે બનાવવામાં આવેલા અટલફૂટ ઓવરબ્રિજ ઉપર ચાર સ્થળે લગાવવામા આવેલા કાચ પૈકી એક કાચમા તિરાડ પડતા તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. ગત વર્ષે ઓગસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અટલફૂટ ઓવરબ્રિજનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. હાલ તિરાડ પડેલા કાચના આસપાસના વિસ્તારને બેરીકેટ્સથી કોર્ડન કરી દેવાયો છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા આગામી ચારથી પાંચ દિવસમાં તૂટેલા કાચના સ્થાને નવો કાચ લગાવવામા આવશે તેવું કહેવામાં આવ્યું હતું. અટલફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ થયે હજુ વર્ષ પણ થયું નથી ત્યારે કાચમાં તિરાડ પડતાં મ્યુનિસિપલ તંત્ર પર અનેક સવાલો પણ થઈ રહ્યા છે.
આ પણ વાંચો : Ahmedabad : દવાના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
મ્યુનિસિપલ તંત્ર દ્વારા મુલાકાતીઓને આ સ્થળની આસપાસ ન જાય એ માટે સિકયોરીટી ગાર્ડ પણ ફરજ ઉપર મુકવામા આવ્યા હોવાનુ સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતું. કાચ તૂટતાં મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું છે અને આગામી 6 દિવસની અંદર નવો કાચ લગાવવામાં આવશે તેવું તંત્રના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.