અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ : દિવાળીએ સિંધુ ભવન રોડને બાનમાં લેનાર નબીરાઓ સામે નોંધાયો ગુનો

Text To Speech

અમદાવાદમાં દિવાળીના દિવસે સિંધુ ભવન રોડ ઉપરના વાયરલ થયેલા વીડિયો અંગે શહેર પોલીસે કાર્યવાહી કરતા વીડિયોમાં દેખાતા નબીરાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાયરલ વીડિયોમાં દેખાયા મુજબ કેટલાક શખ્સો રસ્તા ઉપર બેકાબુ રીતે કાર ચલાવી ચાલુ કારે રૂફ પર ફટાકડાઓ ફોડતા હતા. આ બનાવના પગલે શહેરમાં પોલીસની ધાક સામે સવાલો ઉભા થયા છે.

Sindhu Bhavan Road Ahemdabad Hum Dekhenege
Sindhu Bhavan Road Ahemdabad Hum Dekhenege

સરખેજ પોલીસ મથકે ગુનો નોંધાયો

મળતી માહિતી મુજબ, દિવાળીના દિવસે સમગ્ર શહેર હર્ષભેર ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યું હતું. ત્યારે સિંધુ ભવન રોડ પર કેટલાક યુવકો કાયદા વ્યવસ્થાને નેવે મૂકીને બેફામ બની જાહેર રસ્તા પર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ફટાકડા ફોડી રહ્યા હતા. ચાલુ ગાડીએ, ગાડી ઉપર બેસીને તથા રોડ-રસ્તા બંધ કરીને યુવકોએ ફટાકડા ફોડ્યા હતા. સિંધુ ભવન રોડની શરૂઆતથી તાજ હોટલ સુધીના રસ્તા પર અનેક પસાર થતા હોય છે. ત્યારે આ જ રોડ પર દિવાળીની રાત્રે બનેલો બનાવ અમદાવાદીઓએ ક્યારે ન જોયો હોય તેવો જાહેર રસ્તા પર જોવા મળ્યો હતો. કેટલાક યુવકોએ ફટાકડા ફોડી સમગ્ર સિંધુ ભવન રોડ બાનમાં લીધો હતો. આ અંગેનો વીડિયો વાયરલ થયો હતો. જે સંદર્ભે પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવેલી સૂચનાથી સરખેજ પોલીસ મથકે પીએસઆઈ પટેલ દ્વારા વીડિયોમાં દેખાતી કાળા કલરની સ્કોર્પિયો કાર જીજે 08 બીએસ 0009 ના ચાલક તથા તેની સાથેના શખ્સો વિરુદ્ધ આઇપીસી કલમ 188, 283, 114 તથા જી.પી.એકટ 135 (1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ફેમસ થવા માટે વીડિયો વાયરલ કરાયા : ડીસીપી ભગીરથસિંહ જાડેજા

આ સમગ્ર ઘટના અંગે અમદાવાદ શહેર ડીસીપી ઝોન 7 ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ફેમસ થવા તથા પોતાનો દબદબો બનાવવા યુવકો કાળા કલરની સ્કોર્પિયો કારમાં બેસીને ચાલુ ગાડીએ બારીમાંથી ઉભાર રહીને ફટાકડા ફોડ્યા હતા. અન્ય વાહન ચાલકોને મુશ્કેલી થાય તે રીતે આ યુવકો બેફામ ગાડી ચલાવીને ફટાકડા ફોડી રહ્યા હતા. ઉપરાંત ગાડીના બોનેટ પર બેસીને હાથમાં રાખીને ફટાકડા ફોડ્યા હતા. કાયદો અને વ્યવસ્થાનો ડર ના હોય તે રીતે પણ રોડ-રસ્તા બંધ કરીને રસ્તાની વચ્ચે તથા બે રસ્તાના ડિવાઈડર પર ફટાકડા ફોડ્યા હતા. અન્ય લોકોના જીવ જોખમમાં મુકાત તે રીતે આ યુવકો ફાટકડા ફોડી રહ્યા હતા. જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ભય ફેલાયો હતો. ફટાકડા ફોડતા તમામ વીડિયો આ યુવકોએ સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કર્યા હતા. ઇન્સ્ટાગ્રામમાં આ યુવકોના વીડિયો અને રિલ્સ ખુબ જ વાઈરલ થઈ રહ્યા છે. વીડિયો મળતા અમે તપાસ શરૂ કરી છે. ગાડીના નંબર તથા વીડિઓમાં દેખાતા યુવકોને ઓળખીને આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.

Sindhu Bhavan Road Hum Dekhenge
Sindhu Bhavan Road Hum Dekhenge
Back to top button