અમદાવાદ: બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી પર કરેલા દુષ્કર્મ કેસ મામલે મોટો ખુલાસો
- બલ્ગેરિયન યુવતી કેસમાં નવો વળાંક આવ્યો છે
- નિવૃત્ત IPS અધિકારી નિવેદન નોંધાવા કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા
- કેશવ કુમારે પોતાના પર લાગેલા તમામ આરોપો નકાર્યા
અમદાવાદમાં બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી પર કરેલા દુષ્કર્મ કેસ મામલે મોટો ખુલાસો કર્યો છે. જેમાં બલ્ગેરિયન યુવતી કેસમાં નવો વળાંક આવ્યો છે. તેમાં પૂર્વ DGP કેશવ કુમારનું નિવેદન લેવાયું છે. તેમજ કેશવ કુમાર કેડીલા કંપનીમા કાયદાકીય સલાહકાર છે.
કેશવ કુમારે પોતાના પર લાગેલા તમામ આરોપો નકાર્યા
કેશવ કુમારે પોતાના પર લાગેલા તમામ આરોપો નકાર્યા છે. કેશવ કુમારે તમામ આક્ષેપો ખોટા હોવાનુ રટણ કર્યુ છે. બીજી તરફ પિડીતાએ મહિલા ACP હિમાલા જોષીને અરજી ન લેવા માટે અને તપાસ રફેદફે કરવા માટે કરોડો રૂપિયા આપ્યા હોવાના આક્ષેપ લગાવ્યા હતા. તો કેશવ કુમારે આ તમામ આક્ષેપો ખોટા હોવાનુ રટણ કર્યુ છે. રાજીવ મોદી સામેના કેસમાં રિટાયર્ડ DG કેશવ કુમાર CP ઓફિસમાં હાજર થયા હતા. રિટાયર્ડ DGએ કેસ રફેદફે કરવા ભૂમિકા ભજવ્યાનો પીડિતાનો આક્ષેપ છે.
આ પણ વાંચો: ગુજરાતના 77 તાલુકામાં કમોસમી વરસાદનો માર, જાણો કયા સૌથી વધુ પડ્યુ માવઠુ
નિવૃત્ત IPS અધિકારી નિવેદન નોંધાવા કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા
નિવૃત્ત IPS અધિકારી નિવેદન નોંધાવા કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યારે આ કેસમાં નવુ નામ આવતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચી છે. બલ્ગેરિયન યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારે એક નિવૃત IPS અધિકારીએ ભલામણ કરી હતી. આ નિવૃત્ત IPS અધિકારી છે કેશવ કુમાર. નિવૃત્ત DG કેશવ કુમારે મહિલા ACPને ફરિયાદ ન કરવા ભલામણ કરી હતી. રિટાયર્ડ DGP કેશવ કુમાર પોલીસ કમિશનર ઓફિસમાં નિવેદન આપવા હાજર થયા છે. પોલીસે કેશવ કુમારને આ કેસમાં એની ભૂમિકા અંગે જવાબ આપવા માટે બોલાવ્યા હતા. બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી સામે જાતીય શોષણની ફરિયાદ કરી છે એ ફરિયાદને દબાવી દેવા માટે કેશવ કુમારની ભૂમિકા હોવાનો આક્ષેપ પોતાની એફિડેવિટમાં કર્યો હતો.
આ પણ વાંચો: આજે વર્લ્ડ હિયરિંગ ડે : યુવાનોમાં એક કાને બહેરાશના ઝડપથી વધી રહેલા કેસ ચિંતાજનક
જાણો કોણ છે કેશવકુમાર
કેશવ કુમાર ACBમાંથી DGP તરીકે નિવૃત થયા છે. નિવૃત્ત થયા પછી કેડિલા ફાર્મા સાથે સંકળાયેલા હતા. ત્યારે નિવૃત્ત IPS અધિકારી પોતાનું નિવેદન નોંધાવા કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા. પોલીસે રાજીવ મોદીને આ મામલે ક્લીનચીટ આપી હતી. પરંતુ બલ્ગેરિયન યુવતીએ સામે આવીને કહ્યું કે, કેસ હજી પૂરો થયો નથી. ત્યારે ગત રોજ બલ્ગેરિયન યુવતીએ CP ઓફિસ ખાતે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.