અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં 74 મા પ્રજાસત્તાક પર્વની રંગારંગ ઉજવણી કરાઈ
અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં 74માં પ્રજાસત્તાક દિને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે ગગનમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામા આપી હતી. અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલના હસ્તે સિવિલની સ્વાસ્થ્ય સુધા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનોજ અગ્રવાલે મેડિકલ, પેરામેડિકલ, સફાઈ કર્મી, નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી. તેઓએ ઉપસ્થિત સૌ સિવિલ પરિવારજનોનો ઉત્સાહ વધાર્યો હતો.
26 સેવા કર્મીઓનું સન્માન કરાયું
અમદાવાદ સિવિલ હોસ્પિટલના 74 માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી, સિવિલ હોસ્પિટલના તમામ વિભાગના વડા, સિનિયર તબીબો, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ, સિક્યુરીટી કર્મીઓ, સફાઇ કર્મીઓએ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે હોસ્પિટલમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 26 સેવા કર્મીઓનું વિશેષ સન્માન કર્યું હતું અને તેઓની કામગીરીને બિરદાવી અન્યોને પણ પ્રેરણા લેવા જણાવ્યું હતું.