ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: સુભાષબ્રિજ RTOમાં 2010 પહેલાના વાહનોના 70 ટકા રેકર્ડ જ મળતા નથી

Text To Speech
  • સુભાષબ્રિજ આરટીઓના નવિનીકરણનું કામ ચાલી રહ્યું છે
  • અડધો રેકર્ડ સુભાષબ્રિજ અને અડધો રેકર્ડ વસ્ત્રાલ ખાતે રાખવામાં આવ્યો
  • રિપાસિંગ કરાવવામાં ફી ઉપરાંતના વધારાના બોજથી અરજદારો ત્રાહિમામ્

અમદાવાદના સુભાષબ્રિજ RTOમાં 2010 પહેલાના વાહનોના 70 ટકા રેકર્ડ જ મળતા નથી. તેથી રિપાસિંગ કરાવવામાં ફી ઉપરાંતના વધારાના બોજથી અરજદારો ત્રાહિમામ્ પોકારી રહ્યાં છે. બેકલોગ દૂર કરવામાં નિષ્ફળ તંત્રે હવે વાહનમાલિકો પાસે એફિડેવિટ ઉઘરાવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે વાસી ભાત ખાવાથી 7 બાળકોને ફૂડ પોઈઝનિંગ, એકનું મૃત્યુ

સુભાષબ્રિજ આરટીઓના નવિનીકરણનું કામ ચાલી રહ્યું છે

સુભાષબ્રિજ આરટીઓમાં 2010 પહેલાના વાહનોના બેકલોગ માટે 70 ટકા રેકસમાં રેકર્ડ જ મળતાં નથી. અરજાદોરને ફરિયાદત એફિડેવિટ કરવી પડે છે. રિપાસીંગમાં સરકારી ફી ઉપરાંત વધારાના બોજાથી નારાજગી જોવા મળી રહી છે. તમામ માટે સરળ સિસ્ટમ ગોઠવવામાં આવે તેવી અરજદારોમાં માંગ ઉઠી છે. આરટીઓ કહ્યું કે, આ અંગે તપાસ કરાશે. સુભાષબ્રિજ આરટીઓના નવિનીકરણનું કામ ચાલી રહ્યું છે. જેને પૂર્ણ થતાં હજી આઠ મહિનાનો સમય લાગશે.

આ પણ વાંચો: ગુજરાત: અમદાવાદમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકો પગારથી વંચિત

અડધો રેકર્ડ સુભાષબ્રિજ અને અડધો રેકર્ડ વસ્ત્રાલ ખાતે રાખવામાં આવ્યો

આરટીઓના નવીનકરણના લીધે અડધો રેકર્ડ સુભાષબ્રિજ અને અડધો રેકર્ડ વસ્ત્રાલ ખાતે રાખવામાં આવ્યો છે. 2010 પહેલાન વાહનો રિપાસીંગમાં આવે ત્યારે સૌ પ્રથમ બેકલોગ કરાવવું ફરજિયાત છે. જેથી બેકલોગ કરાવવા અરજદાર અરજી કરે ત્યારબાદ રેકર્ડ શૌધવા પ્રયાસ કરાય છે. પરંતુ 100માંથી 70 ટકા અરજીઓમાં રેકર્ડ જ મળતાં નથી. રેકર્ડ શોધાયો છેકે, નહીં તેની અરજદારને ફોન કરીને જાણ પણ કરાતી નથી. અરજદાર ન છૂટકે ફરીવાર આરટીઓમાં આવે ત્યારે એફિડેવિટ કરવા જણાવાય છે. એફીડેવીટ કરાયા પછી પણ બેવાર વાહન લઇને આરટીઓમાં આવવું પડે છે. એફીડેવીટ સહિત બેવાર આવવા જવાથી અરજદાર પર આર્થિક બોજો પડે છે. આરટીઓમાં ખરેખર 2010 પહેલાના રેકર્ડ છેકે, નહીં ? અને રેકર્ડ છે તો મળતાં કેમ નથી ? તેની કોઇ જાળવણી કરતું નથી.

Back to top button