ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: હેલ્મેટ વગર વાહન ચલાવતા 660 સરકારી કર્મચારીને રૂ.3.30 લાખનો દંડ

Text To Speech
  • પોલીસ વડાએ હેલ્મેટના કાયદાનો અસરકારક અમલ કરાવવા આદેશ આપ્યા
  • કમિશનર તથા કલેકટર કચેરી બહાર હેલ્મેટના કાયદાનું કડક અમલ
  • 72 પોલીસ જવાન સહિત 660 સરકારી કર્મચારીઓ સામે કેસ

અમદાવાદમાં હેલ્મેટ વગર વાહન ચલાવતા 660 સરકારી કર્મચારીને રૂ.3.30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઇજાઓ ઉપર અંકુશ લાવવા માટે રાજય પોલીસ વડાએ હેલ્મેટના કાયદાનો અસરકારક અમલ કરાવવા આદેશ આપ્યા હતા.

72 પોલીસ જવાન સહિત 660 સરકારી કર્મચારીઓ સામે કેસ

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ કમિશનર કચેરી સહિત તમામ સરકારી કચેરી પાસે ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં 72 પોલીસ જવાન સહિત 660 સરકારી કર્મચારીઓ સામે કેસ કરીને કુલ રૂ.3.30 લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

કમિશનર તથા કલેકટર કચેરી બહાર હેલ્મેટના કાયદાનું કડક અમલ

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શાહીબાગ પોલીસ કમિશનર કચેરી તથા કલેકટર કચેરી બહાર હેલ્મેટના કાયદાનું કડક અમલ કર્યો હતો. જો કે કેટલાક પોલીસ સહિતના કર્મચારીઓ જાત જાતના બહાના બતાવતા હતા પરંતુ પોલીસે બહાનાબાજી ચલાવી ન હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી જેમાં ખાસ કરીને સમગ્ર અમદાવાદમાં 72 પોલીસ કર્મચારી સહિત કુલ 660 કર્મચારી પાસેથી દંડ વસૂલ્યો હતો.

Back to top button