અમદાવાદ 24 જૂન 2024 : અમદાવાદ શહેરના ઉસ્માનપુરા ખાતે આવેલી હોટેલ હયાત ખાતે રાજ્યના ‘ડ્રગ્સ વિરોધી અભિયાન’ અને જીરો ટોલન્સ નીતિ અંગે 3 વર્ષ દરમિયાન રાજ્યના નાર્કોટિક વિભાગ, કોસ્ટ ગાર્ડ, અને ગુજરાત પોલીસ દ્વારા કરોડોની કિંમતનું અલગ અલગ દેશોમાંથી સરહદ પારથી આવતું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. જેનાથી પત્રકાર મિત્રો તેમજ રાજ્યની જનતાને માહિતગાર કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, DGP વિકાસ સહાય, શહેર અમદાવાદ પોલીસ કમિશ્નર જીએસ મલિક, સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોત, ક્રાઈમ બ્રાન્ચ જેસીપી શરદ સિંઘલ, સેક્ટર 2 જેસીપી નીરજ બડગુજર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અને પોલીસ દ્વારા ડ્રગ્સના દુષણને નાબૂદ કરવા માટે કેવી અને કેટલી? કામગીરી કરવામાં આવી છે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
3 પ્રકારના ડ્રગ્સ જોવા મળે છે જાણો કયા કયા?
DGP વિકાસ સહાયે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં કોઈને પણ ડ્રગ્સ બાબતે માહિતી મળે તો ટોલ ફ્રી નંબર 1908 ઉપર કોલ કરીને જાણ કરી શકે છે જેથી ડ્રગ્સના દુષણને અટકાવી શકાય, કરીને બે સંદેશ આપવાનું પ્રયાસ છે જેમાં 1) ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ માટે કેટલો કટિબદ્ધ બંધ છે અને 2) ગુજરાત પોલીસ સાથે દ્રગ્સનાં આ દુષણ પહોંચી વળવા માટે મીડિયાનો ખૂબ મોટું યોગદાન છે જેથી યોગદાનને સ્વીકારીને સાથે લડાઈ લડી શકાય સાથે ગ્લોબલ ટ્રેન્ડ ગુજરાતમાં શું થઈ રહ્યું છે રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા કેવા પ્રકારની કામગીરી થાય છે તે અંગે DGP એ માહિતગાર કરતાં કહ્યું હતું કે કુલ ત્રણ પ્રકારનાં ડ્રગ્સ મોટાભાગે જોવા મળતા હોય છે નેચરલ, સેમી સિન્થેટિક અને સિન્થેટિક સાથે લોકોનાં ડ્રગ્સ કરવાના કારણો વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે મિત્રો કરતા હોય એટલે સામાન્ય રીતે કરવા માંડે, વ્યક્તિ ડિપ્રેશનમાં હોય ત્યારે, એન્જોયમેન્ટ માટે પણ ડ્રગ્સ તરફ વળે, આ શું છે કેવું હોય છે તે જાણવા માટે પણ યુવાધન ડ્રગ્સ તરફ વળે છે. જ્યારે એક આંકડા મુજબ સમગ્ર વિશ્વમાં 296 મિલિયન લોકો ડ્રગ્સનું સેવન કરે છે. જેમાંથી 15 થી 64 વર્ષની ઉંમરની વિશ્વની 5% ટકા પોપ્યુલેશન ડ્રગ્સનું સેવન કરે છે. જ્યારે લઈને દરેક રાજ્ય માટે અલગ અલગ પડકારો છે. ગુજરાતમાં પણ અલગ પડકાર છે.
30 હજાર રજીસ્ટર ફિશિંગ બોટમાં ડ્રગ્સ પકડવુંએ પડકાર
ડ્રગ્સ દુષણને ડામવા માટે ભારત સરકાર ખૂબ ચિંતિત સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતમાં 30 હજાર રજીસ્ટર ફિશિંગ બોટ છે. જેમાંથી કોઈ આવીને આવી પ્રવૃત્તિ ન કરી જાય તે આપણા માટે પડકાર છે. આ દુષણને ડામવા માટે ભારત સરકાર ખૂબ ચિંતા કરે છે. દેશમાં રીપીટ થિયરીનો વધારે ઉપયોગ થાય છે જો એક વખત કોઈ વ્યક્તિ કરે તો તે વારંવાર કરવા માટે પ્રેરિત થાય છે જેને અટકાવવું એક પડકાર છે.
ડ્રગ્સના કેસોમાં નીચેથી ઉપર સુધી તપાસ કરવાના આદેશ
ઓછી મહેનતે ઓછા સમયે પૈસા કમાવાનો ધંધો અટલે ડ્રગ્સ ગૃહ રાજ્યમંત્રીએ રાજ્ય સરકારની વિરોધી અભિયાન અને ઝીરો ટોલરન્સ નીતિ અંગે માહિતગાર કરતાં જણાવ્યું હતું કે ભુપેન્દ્ર પટેલ જ્યારે પહેલી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે ડ્રગ્સનાં દુષણને ડામવા માટે ‘નાર્કોડ રીવોડ પોલીસી’ બનાવવા ગૃહમંત્રી તેમજ પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેસીને ચર્ચા કરવામાં આવી અને નિર્ણય લેવાયો, આ રિવોર્ડ પોલિસીમાં 105 પોલીસ અધિકારીઓને 15.96 લાખ રૂપિયા આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. સાથે 3 વર્ષમાં 10,000 કરોડની કિંમતનું 500 કિલો ડ્રગ્સ પકડાયુંએ નાર્કોટિક્સ વિભાગ અને ગુજરાત પોલીસની સૌથી મોટી ઉપલબ્ધિ છે. બીજા રાજ્યો કરતા ગુજરાતમાં ડ્રગ્સને ડામવાનું કામ સૌથી વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે. ડ્રગ્સ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી પણ ખૂબ ચિંતા કરે છે. સરકારનો હંમેશા પ્રયત્ન હોય છે કે કોઈપણ નાર્કોટિક્સના ગુના દાખલ થાય તો તમામ કેસમાં નીચેથી ઉપર સુધી ઉપરથી નીચે સુધી તપાસ કરવાના એટીટ્યુડથી કાર્ય કરવામાં આવે છે. અગાઉ સુરતમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ ફ્રી નાઈટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 60 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. બ્લોકની હેરાફેરી ફિશિંગ ની આડમાં સમુદ્રથી અન્ય દેશોમાંથી ભારતમાં ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવે છે જેને રોકવા માટે ખૂબ પ્રયત્નો થઇ રહ્યાં છે. અંતમાં ગૃહ મંત્રીએ કહ્યું હતું કે રાજ્યના તમામ નાગરિકો, તમામ પક્ષના નેતાઓ કાર્યકર્તાઓ, પોલીસ અધિકારીઓ, મીડિયાના મિત્રો તમામે સાથે મળીને આ ડ્રગ્સ વિરોધી અભિયાનને નીચે લઈ જવાનું કાર્ય કરવાનું છે. અને અભિયાનનો મુખ્ય હેતુ દાનવો દ્વારા માનવોને બરબાદ કરવાનાં પ્રયત્નોને નિષ્ફળ કરવાનો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં 26થી 28 જૂન સુધી શાળા પ્રવેશોત્સવઃ ધો.11 સુધી 32.33 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે