અમદાવાદ: સાઉથ બોપલની કનકપુર જ્વેલર્સમાં 50 લાખની લૂંટ; બંદૂકની અણીએ હેલ્મેટધારીઓએ કરી લૂંટ; CCTVનાં આધારે તપાસ શરૂ
4 જાન્યુઆરી 2025 અમદાવાદ: શહેરના સાઉથ બોપલ જેવા વિસ્તારમાં આવેલી કનકપુર જ્વેલર્સમાં હેલ્મેટ પહેરી આવેલા ચાર લૂંટારોએ 50 લાખ રૂપિયાથી વધુના સોના ચાંદીનાં દાગીનાની લૂંટ કરી ફરાર થઈ અફરા તફરી માહોલ જોવા મળ્યો છે. ઘટનાની જાણ તથા બોપલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આસપાસના કુલ મળી 200થી વધારે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
બંદૂકનાં નાળચે વેપારીને બંધક બનાવ્યો
ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી અજીત રાજ્યાનનાં જણાવ્યા મુજબ ધોળા દિવસે લૂંટ થતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસ અર્થે પહોંચી ચૂકી છે. અને સીસીટીવીના આધારે હેલ્મેટધારી લૂંટારુઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઇ છે. સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. આરોપીઓએ કુલ 50 લાખથી વધુની લૂંટ કરી છે જેમાં 1.2 કિલો સોનું અને ચાર કિલોની આસપાસ ચાંદીનો સમાવેશ થઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કુલ ચાર લૂંટારોએ બંદૂકના નાળચે વેપારીને બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો છે. કનકપુર જ્વેલર્સમાં બપોરના સમયે લૂંટારુઓ પહોંચ્યા હતા. જેમાંથી એક દુકાનની બહાર ઉભો હતો અને ત્રણ દુકાનમાં ઘૂસ્યા હતા. હાલ આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સોના ચાંદી ખિસ્સામાં ભરતા CCTVમાં ઝડપાયા
સીસીટીવીની તપાસ કરતાં જાણવા મળ્યું છે કે લૂંટારુઓએ પહેલેથી જ ઘટના વિશે રીકન્સ્ટ્રકશન કર્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે લૂંટારું અને ખબર હતી કે જ્વેલર્સ શોરૂમમાં તથા તેની આસપાસ સીસીટીવી કેમેરા છે. તેથી પોતાના ચહેરા ન દેખાય તે માટે ચહેરા પર રૂમાલ અને હેલ્મેટ પહેરીને આવ્યા હતા. સીસીટીવીટી સ્પષ્ટ થઈ રહ્યું છે કે લૂંટારુઓ સોના ચાંદી પોતાના ખિસ્સામાં ભરી રહ્યા છે. અને આરામથી જ્વેલરી વિણી રહ્યા છે.