ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: AMCના 4 અધિકારીઓને કામમાં બેદરકારી બદલ શોકોઝ નોટિસ ફટકારાઇ

Text To Speech

ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલ AMCના 4 અધિકારીઓને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન દ્વારા રાઉન્ડ દરમિયાન બેદરકારી સામે આવતા 4 અધિકારીઓને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત: ભાજપના નેતાઓનો યોજાશે ત્રણ દિવસીય અભ્યાસ વર્ગ

કમિશનરની તપાસમાં અધિકારીઓની બેદરકારી જોવા મળી

કામગીરીમાં બેદરકારી જોવા મળતા અધિકારીઓને નોટિસ આપવામાં આવી છે. જેમાં મ્યુનિ. કમિશનરની તપાસમાં અધિકારીઓની બેદરકારી જોવા મળી હતી. તેમાં ગંદકી, રખડતા ઢોર અને દબાણો બાબતે બેદરકારી થતાં તાત્કાલિક નોટિસ ઈસ્યુ કરી ખુલાસો માગ્યો છે. જેમાં ઉત્તર ઝોનના આસિ. ડાયરેક્ટર બીરેન શાહ તથા આસિસ્ટન્ટ ઇજનેર જીતેન્દ્ર ધાનાણી અને ચંદનસિંહ ભીલવાલ, નરેશ રાજપૂતને નોટિસ ફટકારવામાં આવી છે.

શોકોઝ નોટીસ અપાતા કર્મચારીઓમાં ચર્ચા શરૂ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાર અધિકારીઓને શોકોઝ નોટીસ અપાતા કર્મચારીઓમાં ચર્ચા શરૂ થઇ છે. મ્યુનિસિપલ કમિશનરના રાઉન્ડ દરમિયાન અધિકારીઓની કામગીરીમાં બેદરકારી જોવા મળી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક નોટિસ ઈસ્યુ કરી ખુલાસો માંગવામાં આવ્યો છે. જેમાં બીરેન શાહ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઉત્તર ઝોન, જીતેન્દ્ર ધાનાણી આસિસ્ટન્ટ ઇજનેર, ચંદનસિંહ ભીલવાલ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ઉત્તર ઝોન તથા નરેશ રાજપુત એચઓડી સીએનસીડીની ગંદકી રખડતા ઢોર અને દબાણો બાબતે એસ્ટેટ વિભાગની યોગ્ય કામગીરી ન હોવાનું મ્યુનિસિપલ કમિશનરના ધ્યાન પર આવ્યું હતુ. જેમાં મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન દ્વારા રાઉન્ડ દરમિયાન બેદરકારી સામે આવતા પગલા લેવામાં આવ્યા છે.

Back to top button