અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાતવિશેષ

અમદાવાદઃ બોપલની કનકપુરા જ્વેલર્સની લૂંટ આચરનારા 4 હેલ્મેટધારી લુંટારો ઝડપાયા; UPથી 2 તમંચા અને પિસ્તોલ મંગાવી હતી

Text To Speech

16 જાન્યુઆરી 2025 અમદાવાદ; શહેરના બોપલ વિસ્તારમાં આવેલી કનકપુરા જ્વેલર્સ ખાતે થોડા દિવસ પહેલા 4 અજાણ્યા ઈસમોએ તમંચા અને પિસ્તોલ સાથે લૂંટ આચરી ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં ચારેય ઇસમો હેલ્મેટ પહેરીને આવ્યા હતા. જેથી પોલીસ માટે આ આરોપીઓને પકડવા માટે 300 થી વધારે સીસીટીવી તપાસ કરવામાં આવ્યા હતા. ખૂબ જ મહેનતના અંતે તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

73,10000 હજારની લૂંટ કરી ગયા હતા ફરાર
અમદાવાદ શહેર ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટ HD ન્યુઝને માહિતી આપતા જણાવ્યું હતું કે 2 જાન્યુઆરી 2025ના રોજ બપોરના 3:30 વાગ્યે બોપલ મેરીગોલ્ડ સર્કલ પાસે આવેલ કનકપુરા જવેલર્સમાં અજાણ્યા 4 ઇસમો હેલ્મેટ તથા રૂમાલ બાંધી જવેલર્સમાં પિસ્તોલ સાથે ઘુસી જ્વેલર્સના માલિક ભરતભાઈ રામજીભાઇ સોની અને તેમના કર્મચારીને પિસ્તોલ તાકી ઓફીસમાં બેસાડી દઇ બંનેના હાથ પગ બાંધી દીધા બાદ સોના-ચાંદીના દાગીના તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. 73 લાખ 10હજારની લુંટ કરી ભાગી ગયેલા ગયા હતા. જે બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી.

4 આરોપી ઉત્તરપ્રદેશથી પકડાયા; 2 નો ગુનાહિત ઇતિહાસ
SPએ પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે બોપલ સોસાયટી વિસ્તારમાં અલગ-અલગ સોસાયટીઓમાં સિક્યુરટી તરીકે નોકરી કરતા હતા અને હાલ તેઓ મૂળ ઉત્તર પ્રદેશના હોવાથી લૂંટ કર્યા બાદ પોતાના ગામ ભાગી ગયા હતા. જેથી ઉત્તરપ્રદેશમાં ગાઝીયાબાદ, હાપુર, ફરૂખાબાદ, અલીગઢ, નોઇડા વિગેરે અલગ-અલગ વિસ્તારમાં લુંટમાં સંડોવાયેલ આરોપીઓની શોધખોળ કરતા બિરેન્દ્ર ચંન્દ્રપાલ રામપ્રસાદ, જાવેદ ઉર્ફે પતરી સલીમ એહમદ અબ્દુલસમી, અમરસિંહ માધવસિંહ પ્રતાપસિંહ, જોતસીંગ મેવારામ મોતીલાલની ધરપકડ કરી અમદાવાદ લાવી હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે અને મુદ્દામાલ રિકવર કરવા માટેની કાર્યવાહી શરૂ કરાઇ છે. ચાર આરોપીઓ માંથી 2 આરોપી અગાઉથી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જાવેદ ઉર્ફે પતરી ચારેક વર્ષ પહેલા ઉત્તરપ્રદેશના ધોલાના પોલીસ સ્ટેશન તથા અઢી વર્ષ પહેલા બુલંદશહેર પોલીસ સ્ટેશન ખાતે લુંટના ગુન્હામાં સંડોવાયેલો છે. અને બિરેન્દ્રકુમાર 2007ની સાલમાં ઉત્તરપ્રદેશના કબીરનગર પોલીસ ખાતે લુંટના ગુન્હામાં પકડાયો છે.

Back to top button