અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: ઉત્તરાયણમાં ઇમર્જન્સી કેસમાં 30% વધારો થવાની શક્યતા; EMRI0એ આપી મહત્વની ગાઇડ લાઈન

Text To Speech

9 જાન્યુઆરી અમદાવાદ; રાજ્યભરમાં 14 જાન્યુઆરીના રોજ ઉતરાયણનો પર્વ ધામ ધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે ઇમરજન્સી વિભાગના ચીફ ઓપરેટિંગ ઓફિસરે ઉતરાયણના પર્વમાં ઇમરજન્સી કેસોમાં 30 ટકા વધારો નોંધાઈ શકે તેવું અનુમાન કર્યું છે. ખાસ કરીને ચાઈનીઝ દોરીનો વપરાશ વધતાં તેના પર પ્રતિબંધ લાદવા માટે સરકાર અને પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યભરમાં આવા તમામ અકસ્માતના કેસોને પહોંચી વળવા માટે EMRI કેટલી સજ્જ છે? જે અંગે જણાવવામાં આવ્યું હતું.

દૈનિક 3 હજાર લોકો 108 સેવા મેળવે છે
EMRIના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે આ વખતની ઉતરાયણમાં ઈમરજન્સી કેસોમાં 30 ટકાનો વધારો થવાની શક્યતા રહેલી છે. અને વાસી ઉતરાયણમાં 20% જેટલો વધારો નોંધાઇ શકે તેમ છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યનું EMRI વિભાગ સંપૂર્ણપણે સજ્જ છે. દોરીથી ગળા કપાવવાની અને અકસ્માત થનારા કેસોને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ તૈયાર છે. રાજ્યભરમાં ગયા વર્ષે સામાન્ય દિવસો કરતાં વધારે પ્રમાણમાં ઉતરાયણના દિવસે 108નો સંપર્ક કરવામાં આવ્યો હતો. આમ સામાન્ય દિવસોમાં દૈનિક 3 હજાર લોકો 108ની ઇમરજન્સી મદદ લેતા હોય છે.

રાજ્યભરમાં 800થી વધુ 108 કાર્યરત રખાશે
ચીફ ઓફિસરે વધુમાં ઉમેર્યું હતું કે ઉત્તરાયણના દિવસે EMRIને 4 હજાર કોલ આવવાનો આ વખતે અંદાજ રાખવામાં આવ્યો છે. તેમજ ઉત્તરાયણના દિવસે સામાન્ય રીતે વાહન અકસ્માત થવાની શક્યતાઓ વધુ રહેલી છે. સાથે સૌથી વધુ કોલ અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જિલ્લાઓથી આવશે તેવું અનુમાન લગાડવામાં આવ્યું છે. વધુમાં આ વર્ષે 33 જિલ્લામાંથી 8-9 જિલ્લાઓમાં 20 ટકાથી વધુ કોલ્સ આવવાનો અંદાજ રખાયો છે. અગાઉના વર્ષોના સામાન્ય અંદાજ મુજબ ઉતરાયણના દિવસે ધાબા ઉપર મારામારીના કેસ, ઇલેક્ટ્રિક તાર સાથેના અકસ્માતને લઇ ઇમર્જન્સી મદદ માંગવામાં આવે છે. તેથી આ વખતે રાજ્યભરમાં EMRIના 800થી વધુ 108 એમ્બયુલન્સ કાર્યરત રાખવામાં આવશે.

Back to top button