ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ : વસ્ત્રાલમાં આતંક મચાવનારા વધુ 3 ઝડપાયા, 4ના મકાન પર બુલડોઝર ફરશે

Text To Speech
  • ફરાર મુખ્ય આરોપીને પકડવા માટે ટીમ બનાવી શોધખોળ શરૂ
  • આતંક મચાવાના લુખ્ખાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
  • સાત આરોપીના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવાયુ

અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા વધુ 3 અસામાજિક તત્ત્વો ઝડપાયા છે. જેમાં 4ના મકાન પર બુલડોઝર ફરશે. હોળીના દિવસે વસ્ત્રાલમાં 25થી વઘુ શખસોએ હાથમા ખુલ્લી તલવારો, છરી અને પાઇપ જેવા હથિયારો સાથે આખા વિસ્તારને બાનમાં લઇને રાહદારીઓને ઉભા રાખીને તલવાર અને છરી ઘા મારીને તેમના વાહનોની તોડફોડ કરી હતી.

સાત આરોપીના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવાયુ

આ તમામ અસામાજિક તત્ત્વો આ રીતે પોતાની ધાક જમાવવા માટે આતંક મચાવતા હતાં. આ કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે અને ચાર જેટલાં આરોપીના ગેરકાયદે ઘર પર બુલડોઝર ફેરવશે. વસ્ત્રાલમાં આતંક મચાવાના લુખ્ખાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસે આરોપીઓને જાહેરમાં સરભરા કરીને કાયદાનું ભાન કરાવ્યું હતુ. બાદમાં સાત આરોપીના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યા હતા.

વધુ ત્રણ આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ અંગે વધુ ત્રણ આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. આ સિવાય ફરાર મુખ્ય આરોપીને પકડવા માટે ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે. આ સિવાય પોલીસે AMC તમામ આરોપીના ઘરની વિગતનો રિપોર્ટ આપ્યો છે. જ્યારે અન્ય ચાર જેટલા આરોપીના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર નોકરી કરતી મહિલાની હોટેલમાંથી લાશ મામલે થયો ખુલાસો

Back to top button