અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

અમદાવાદઃ 8,64,859/- રકમના મુદ્દામાલ સાથે ઘરફોડ ચોરીના 3 રીઢા આરોપીની ધરપકડ; જાણો ગુનાહિત ઇતિહાસ

Text To Speech

1 માર્ચ 2025 અમદવાદ: શહેરના ઘાટલોડિયા, સાબરમતી, રાણીપ, ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરપૂર ચોરી કરનાર તથા ગાંધીનગર જિલ્લામાં ફોરવીલર વાહન ચોરીઓ કરનારા ચીખલી કર ગેંગના ત્રણ રીઢા ગુનેગારોની 8,64,859/- ના મુદ્દા માલ સાથે અમદાવાદ ઝોન 1 એલસીબીની ટીમે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
અમદાવાદ શહેર ઝોન 1 ડીસીપી બલરામ મીણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ઘર ફોડ ચોરીમાં મુખ્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેઓના નામ રૂપેન્દ્રસિંહ ઉર્ફે સોનુ ગુરમીતસિંહ જે નવા નરોડા અમદાવાદમાં રહેવાસી છે જેના ઉપર અગાઉ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાર ગુના નોંધાયેલા છે. બીજો સસપાલસિંહ ઉર્ફે પાપા તારા સિંગ કલાની જે મૂળ થાણે મહારાષ્ટ્રનો રહેવાસી છે. તેના પર ભી વડોદરા, સુરત, અમદાવાદ, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજ્યોના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 11થી વધુ ગુના રજીસ્ટર થયેલા છે. અને ત્રીજો છે કરતારસિંગ ભારતસિંગ તિલપીથીયા જે મૂળ ખંભાત આણંદનો રહેવાસી છે. તેના પર ભી ગારીયાધાર, લાઠી, કાલાવાડ, જામનગર, અને અમદાવાદમાં અલગ અલગ કુલ ચાર ગુના નોંધાયેલા છે. હાલ ત્રણેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ચીખલીકર ગેંગના આરોપી ઝડપાયા
ડીસીપી બલરામ મીણાએ ઉમેર્યું હતું કે ઘરફોડ ચોરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ 13 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી 2025 દરમિયાન અમદાવાદ શહેરના ઘાટલોડિયા, રાણીપ, સાબરમતી, ચાંદખેડા, વિસ્તારમાં અલગ અલગ ઘરફોડ ચોરીઓ થઈ હતી, તેમજ ગાંધીનગર માંથી વાહન ચોરી કરાયા હતા. જેમાં આ ત્રણ ઈસમોને પકડી પાડતા આ તમામ ગુનાઓનો ભેદ ખુલ્યો છે. ચોરી કરનારા ત્રણેય ઈસમો ચીખલીકર ગેંગના હોવાનું સામે આવ્યું છે. જેમની પાસેથી 5 લાખ 52 હજાર 359નું સોનું ચાંદી, કાર, 2 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ 8,64,859ની રકમનો મુદ્દા માલ કબજે કરી લેવામાં આવ્યો.

Back to top button