અમદાવાદ, 28 સપ્ટેમ્બર : ગુજરાત જાહેર સેવા આયોગની GPSC ક્લાસ 1 અધિકારીની સરકારી નોકરીના બનાવટી નિમણૂક પત્રો બનાવનાર કુલ 4 આરોપીઓની શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી તપાસ આચરી છે. જેમાં ફરિયાદી સાથે તેના 4 મિત્ર સહિત કુલ 5 જણા પાસેથી 3, 44,99000/- જેટલી રકમ મેળવી છેતરપિંડી કરતા શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે.
GPSC ક્લાસ 1ની નિમણૂક માટે કરાયો કરોડોનો ખેલ
એસીપી ભરત પટેલે આ ગુના સંબંધે માહિતી આપતા જણાવ્યું હતું કે યોગેશકુમાર ચંદુલાલ પટેલ દ્વારા ક્રાઈમ બ્રાન્ચને તેના અને તેના બીજા ચાર મિત્રો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની જાણકારી આપે છે જે બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ કરી ગુનો નોંધવામાં આવે છે. ફરિયાદી વિશે તેમણે જણાવતા કહ્યું કે યોગેશ પટેલ શહેરના નિકોલ ખાતે રહે છે ફરિયાદી યોગેશ પટેલે એમ કોમ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે સાથે જીએસટી કન્સલ્ટન્ટ અને સીએને લગતું કામ કરે છે. ફરિયાદી યોગેશ પટેલ પોતાની સાથે પોતાના ચાર મિત્રોને પણ જલદીપ પટેલ પાસે જીપીએસસી ક્લાસ 1ની નોકરી આપવાના બહાને મુલાકાત કરાવે છે. આરોપી જલદીપ ટેલર પણ વ્યવસાય વકીલ અને પત્રકાર હતો અને મિરઝાપુર કોટ કમ્પાઉન્ડની સામે તેની ઓફિસ આવેલી છે. યોગેશ પટેલની મુલાકાત મુખ્ય આરોપી જલદીપ ભરતભાઈ ગોપાલભાઈ ટેલર સાથે law નાં એડમિશન માટે મુલાકાત થઈ હતી. આ ગુનામાં બીજા સહ આરોપી જે છે જીતેન્દ્રકુમાર ગાંડાલાલ ખોડીદાસ પ્રજાપતિ અભિનવ લો કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરે છે. અને વ્યવસાય વકીલ છે આરોપીઓ યોગેશ પટેલ અને તેના મિત્રોને મળી લાલચ આપતા કહે છે કે જયદીપ ટેલરના ખૂબ જ મોટા અને સારા સંપર્કો છે તમે કેટલાય સમયથી સરકારી નોકરી માટે પ્રયત્નો કરી રહ્યા છો ત્યારે તમને સારી પોસ્ટ પર સરકારી નોકરી અપાવી શકે તેમ છે. આ રીતે ફરિયાદી અને તેના મિત્રો આરોપીઓની વાતમાં આવી જાય છે. પકડાયેલા ચાર આરોપીઓમાંથી મુખ્ય ત્રણ આરોપી જલદીપ ટેલર જીતેન્દ્ર પ્રજાપતિ અને અંકિત પંડ્યા વ્યવસાય વકીલ છે અને ચોથો આરોપી હિતેશ મહેશભાઈ અર્જુનભાઈ સેન જે જલદીપ ટેલરનો ડ્રાઇવર કમ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે.
ડેપ્યુટી કલેકટરમાં નિમણૂક માટે 2 કરોડ 25 લાખ માંગ્યા
આરોપીઓએ યોગેશ પટેલ પાસેથી શરૂઆતમાં ડેપ્યુટી મામલતદારની નિમણૂક માટે 25 લાખ મેળવ્યા, બાદમાં થોડા સમય પછી ડેપ્યુટી કલેક્ટરમાં નિમણૂક આપવાનું કહી 2 કરોડ 25 લાખ આપવા પડશે જેમાં શરૂઆતમાં સવા કરોડ આપવાનું અને નિમણૂક પત્ર મળ્યા પછી એક કરોડ આપવા માટે જણાવ્યું, ગુનાની મોડાસ ઓપરેન્ડી વિશે જણાવતા તેમને કહ્યું કે આરોપી જલ્દી પટેલ યોગેશ પટેલને ગાંધીનગર સચિવાલયની સામે આવેલી એસબીઆઇ બેન્કની પાસે ચાની કીટલી ઉપર મળતો હતો અને ત્યાં એવું કહેતો હતો કે થોડીવાર બેસો હું સચિવાલયમાં આપણા જે સાહેબ છે તેમને મળીને આવું છું વાત થઈ ગઈ છે. તેવો દેખાવ કરવા માટે સચિવાલયની અંદર જતો અને પછી બહાર આવતો અને એવું જણાવતો કે વાત થઈ ગઈ છે તમારા નિમણૂક પત્રો ટૂંક સમયમાં આવી જશે, આરોપી જલદીપ પટેલ, જીતેન્દ્ર પ્રજાપતિ, અંકિત પંડ્યાએ એક નકલી નિમણૂક પત્ર બનાવ્યો હતો. જેમાં અગાઉ નિમણૂક થયેલા ઉમેદવારોની યાદી એમની પાસે પડી હતી યાદીને મોર્ફ કરી આમનું નામ અંદર એડ કરી દીધું અને બતાવ્યું કે આ તમારો નિમણુક પત્ર આવી ગયો છે અને ટૂંક સમયમાં આપને જગ્યા મળી જશે. થોડો સમય વીત્યા પછી ફરિયાદીએ નિમણૂક પત્ર માંગતા આરોપી જલ્દી ટેલર અને જીતેન્દ્ર પ્રજાપતિ યોગેશ પટેલ અને તેના મિત્રોને અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે લઈ ગયા અને વેઇટિંગ રૂમમાં બેસાડીને કીધું આજે સાહેબ રજા ઉપર છે સાહેબ દસ દિવસ પછી આવશે અને તમને નિમણૂક આપી દેશે અને ત્યાં ડેપ્યુટી કલેકટરનો એક ફેક લેટર પર તેમને આપ્યો. જે બાદ યોગેશ પટેલ અને તેના મિત્રોને આરોપીઓએ ગાંધીનગરનાં સેક્ટર 11નાં મેદાન ખાતે લઈ જઈ ફરીથી વધારાની રકમ મેળવી, અને ફરીથી સચિવાલયની બહાર એસબીઆઇ બેન્ક ખાતેની ચાની કેટલી પાસે લઈ જઈ ત્રણેય આરોપીઓમાંથી અંકિત પંડ્યા પોતે સાહેબ બને છે. અને ક્લાસ વન અધિકારી તરીકે નોકરી કરે છે તેવું દેખાવ કરી અને એક કથિત મોટા સાહેબ પાસેથી ફોન કરાવ્યો અને કહેવાયું કે તમારું બધું કામ પૂર્ણ થઈ ગયું છે આ લોકો જે રીતે નાણાની માંગણી કરે છે તે રીતે આપતા રહો. અને આ રીતે આરોપી જીતેન્દ્ર પ્રજાપતિએ ગામીત સાહેબ અને પંડ્યા સાહેબ બની ત્રણ અલગ અલગ અધિકારી બની વાતચીત કરી હતી. કારણકે ફરિયાદી યોગેશ પટેલ મોટાભાગે જલ્દી ટેલરને મળતો હતો અને બીજા સહ આરોપીઓને ક્યારે મળવાનું થયું ન હતું. જેથી યોગેશ પટેલે માની લીધું હતું કે આ લોકો ક્લાસ વન અધિકારી છે અને મારી નિમણૂક થઈ જશે. એ રીતે કરી મોટાભાગની રકમ મેળવી લીધી હતી.
ફરિયાદી અને તેના મિત્રો પાસેથી કરોડો ખંખેર્યાં
એસીપી વધુમાં જણાવે છે કે યોગેશ પટેલના મિત્ર અંકિત નટવરભાઈ પટેલ, અતુલ પટેલ, જીગર રાજેન્દ્ર પટેલ, અને પ્રદીપ શર્મા પાસેથી આરોપીઓએ આ તમામ લોકો પાસેથી સરકારી નોકરીની નિમણૂક બાબતે નાણા લીધા હતા. જેમાં અંકિત પટેલને આસિસ્ટન્ટ જીએમડીસી મેનેજરની પોસ્ટ માટે 1 કરોડ 20 લાખ નક્કી કર્યા, પ્રદીપ શર્માને મહેસાણા ડેપ્યુટી કલેક્ટર નિમણૂક માટે 20 લાખ શરૂઆતમાં માંગ્યા, અતુલ પટેલને જોઈન્ટ ડિરેક્ટર અર્બન ડેવલોપમેન્ટ હાઉસિંગ ડેવલપમેન્ટ માટે 2 કરોડ નક્કી કરાયા આમ કુલ મળીને સાડા ત્રણ કરોડ જેટલી રકમ આરોપીઓએ યોગેશ પટેલ અને તેના મિત્રો પાસેથી ખંખેરી લીધા હતા. વધુમાં આરોપીઓએ ફરિયાદી પાસેથી બોન્ડ માટે વધુ રકમ માંગણી કરી હતી. સાથે ક્લાસ વન ઓફિસર બનવા માટે હથિયારની પણ જરૂર પડે અને હથિયાર લાયસન્સ માટે યોગેશ પટેલ પાસેથી સવા લાખ અને બાકીના પાસેથી 1 લાખ 55 હજાર ફી નક્કી કરાઇ આ રીતે આ ચારેય આરોપીઓએ કાવતરું રચી ફરિયાદી યોગેશ પટેલ અને અને તેના મિત્રો પાસેથી નકલી નિમણૂક આપવાના સરકારી પત્રો તૈયાર કર્યા. સ્ટેમ્પ તૈયાર કર્યા, GPSC ના પત્રો પણ બનાવ્યા, GPSC ના લેટર જે એડમિનિસ્ટ્રેટિવ વહીવટી વિભાગને પણ મોકલવામાં આવે છે કે આ નિમણૂક થયેલા ઉમેદવારોની યાદી છે એ પ્રકારના પત્રો પણ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યા છે. આ પત્રો સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે જેવા તમામ નકલી પત્રો આરોપીઓએ તૈયાર કર્યા હતા જે કબજે કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે? મુખ્ય ચૂંટણી કમિશનરે આપી માહિતી