ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: ચંડોળા તળાવમાં વરસાદી પાણીમાં નાહવા પડેલા 3 બાળકોનાં ડૂબી જવાથી મૃત્યુ

  • ખાડો 10 ફૂટ ઉંડો હોવાથી બાળકો તાત્કાલિક બહાર નીકળી શકયા ન હતા
  • માતાએ બે દિવસમાં જ પતિ અને પુત્રને ખોતા આભ તૂટી પડયુ
  • સ્થાનિક બંગાળીઓએ ત્રણેયના મૃતદેહને બહાર કાઢયા હતા

અમદાવાદના ચંડોળા તળાવમાં વરસાદી પાણીમાં નાહવા પડેલા 3 બાળકોનાં ડૂબી જવાથી મૃત્યુ થયુ છે. જેમાં તળાવની રિડેવલોપમેન્ટની કામગીરી ચાલુ હતી જેમાં 10 ફૂટ ખોદેલા ખાડામાં બાળકો ડૂબ્યા હતા. પરિવારજનોને તળાવની બહાર પડેલા કપડાના આધારે 3 બાળકોનું લોકેશન મળ્યું હતુ. ખાડા ખોદવાની લાપરવાહીને કારણે પુત્રોના જીવ ગયા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરો અટવાયા

ખાડો 10 ફૂટ ઉંડો હોવાથી બાળકો તાત્કાલિક બહાર નીકળી શકયા ન હતા

ઇસનપુરમાં આવેલા ચંડોળા તળાવમાં રિડેવલોપમેન્ટ માટે ખોદેલ ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં ન્હાવા પડતા ત્રણ બાળકોના ડુબી જતા મોત થયા છે. ખાડો 10 ફૂટ ઉંડો હોવાથી બાળકો તાત્કાલિક બહાર નીકળી શકયા ન હતા. સ્થાનિક બંગાળીઓએ ત્રણેયના મૃતદેહને બહાર કાઢયા હતા. આ અંગે ઇસનપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ઇસનપુરમાં ચંડોળા તળાવના છાપરામાં 12 વર્ષીય જીગ્નેશ દંતાણી, 12 વર્ષીય આનંદ દંતાણી અને 13 વર્ષીય મેહુલ દેવીપૂજક પરિવારો સાથે રહેતા હતા. જેમાં ત્રણેય બાળકો સ્કુલે ગયા હતા. ત્યારબાદ બપોરના સમયે ઘરે આવ્યા હતા. અને પરિવારજનોને ત્રણેય રમવા માટે જઇએ છીએ તેમ કહીને રમવા ગયા હતા. પરંતુ સાંજ સુધી પરત ઘરે ન આવતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ મળ્યા ન હતા. નજીકમાં રહેતા પાડોશીએ તેમને જણાવ્યુ કે તળાવ પાસે બાળકોના કપડા પડયા છે. જેથી પરિવારજનોને બાળકો તળાવમાં ડૂબ્યા હોવાની શંકા જતા તળાવમાં તપાસ કરીને અંદરથી ત્રણેયના મૃતદેહને બહાર કાઢયા હતા.

માતાએ બે દિવસમાં જ પતિ અને પુત્રને ખોતા આભ તૂટી પડયુ

આ ઘટના અંગે મેહુલના કૌટુબિકભાઇ પપ્પુભાઇનુ કહેવુ છે કે અમને ન્યાય અપાવો, ખાડા ખોદવાની લાપરવાહીને કારણે પુત્રોના જીવ ગયા છે. અહીયા ખાડા ખોધ્યા ત્યાં ધ્યાન આપવાવાળુ કોઇ સરકારી કર્મી હોતો નથી. મેહુલના પિતા પ્રકાશભાઇએ પરિવારનો એકનો એક પુત્ર ખોયો છે. મૃતક જીગ્નેશના પિતા રમેશભાઇ મજૂરીકામ કરતા હતા અને 3 દિવસ અગાઉ જ કોઇ કારણોસર મૃત્યુ પામ્યા હતા. ત્યારે માતાએ બે દિવસમાં જ પતિ અને પુત્રને ખોતા આભ તૂટી પડયુ છે.

Back to top button