અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: 22 વર્ષીય યુવતી સહિત 2 ની બનાવટી પાસપોર્ટ અંગે ધરપકડ

અમદાવાદ 26 જૂન 2024 :  અમદાવાદ શહેરમાં SOG ક્રાઈમ દ્વારા એક નેપાલી પુરુષ તેમજ યુવતીની બે અલગ અલગ કેસોમાં બનાવટી પાસપોર્ટ બનાવી રહેતા તેમજ વિદેશ જવાના ઇરાદે એરપોર્ટ ખાતે ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં મૂળ વડોદરાની બંસી રમેશભાઈ સાવનિયાની અમદાવાદ શહેરનાં SVPI એરપોર્ટ ખાતેથી તેમજ મૂળ નેપાળનો જગતબહાદુર દલામીની બનાવટી પાસપોર્ટ બનાવી દુબઈ જતા સમયે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી પકડી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

યુવતી બનાવટી પાસપોર્ટ સાથે SVPI એરપોર્ટથી પકડાઈ

અમદાવાદ શહેર SOG ACP એલ એન દેસાઈએ પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે તા. 25/6 નાં રોજ SVIP એરપોર્ટ ટર્મિનલ નંબર 2 ખાતે બપોરના 11:45 વાગ્યાની આસપાસ વડોદરાની 22 વર્ષીય યુવતી બંસી રમેશભાઈ સવનિયાએ નામ બંસી રામભાઈ મોઢવાડિયા તેમજ સરનામું બદલી વલસાડ જિલ્લાના ઉંમર તાલુકા નામે બનાવટી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. જેનો મુખ્ય હેતુ છેતરપિંડી કરવાનો હતો. જે યુવતી દ્વારા ખરાઈ કરવા ઈમીગ્રેશન ઓફિસર પાસે રજૂ કરવામાં આવ્યું હતું જ્યાં આ તમામ વિગતો સામે આવી હતી જે અંગેની જાણ SOG ક્રાઈમને થતા યુવતીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દુબઈ જતા સમયે અમદાવાદ એરપોર્ટ ખાતેથી પકડાયો

ACP એ ડુબલીકેટ પાસપોર્ટ અંગે પકડાયેલા નેપાલી ઇસમ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે મૂળ નેપાળનો જગત બહાદુર દલામી નેપાળની નાગરિકતા ધરાવતો હોવા છતાં સૂરજસિંહ દેવીરામના ડુબલીકેટ નામે તેમજ હરિયાણાના યમુનાનગર જિલ્લાનું ફર્જી એડ્રેસવાળું બનાવટી ડોક્યુમેન્ટ મેળવી બનાવટી ડોક્યુમેન્ટ આધારે શેતરપિંડી થી હરિયાણા ચંદીગઢ પાસપોર્ટ કચેરી ખાતેથી ભારતીય પાસપોર્ટ નંબર મેળવ્યો હતો. જેને આરોપી સાચો ગણીને દુબઈના 6/6/24 થી 4/8/24 સુધી એટલે કે બે મહિના સુધી ટુરિસ્ટ વિઝા મેળવી બનાવટી પાસપોર્ટ તથા વિઝા આધારે તે ઇન્ડિગો ફ્લાઈટ મારફતે 25/6/24 ના રોજ દુબઈ જોતા સમયે અમદાવાદ ઇન્ટરનેશનલ રિપોર્ટ ખાતેથી ઈમીગ્રેશન ચેકિંગ દરમિયાન પકડાઈ ગયો હતો. જે બાબતની જાણ SOG ક્રાઈમને થતા આરોપી પાસેથી ખોટા નામવાળો ભારતીય પાસપોર્ટ બોર્ડિંગ પાસ ખોટા નંબર આધાર કાર્ડ ખોટા નંબર પાનકાર્ડ તથા તેના સાચા નામવાળું નેપાળનું પાસપોર્ટ ની ઝેરોક્ષ નકલ તથા નેપાળની નાગરિકતાના પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજો મળી આવ્યા છે જે અંગે હાલ વધુ તપાસ કરાઇ રહી છે.

આ પણ વાંચો : અમદાવાદઃ “એક પેડ માઁ કે નામ” કાર્યક્રમ અંતર્ગત મેયર પ્રતિભા જૈન અને ધારાસભ્ય અમિત શાહ હાજર રહી વૃક્ષારોપણ કર્યું

Back to top button