અમદાવાદઃ 15,06,510/- મુદ્દામાલ સાથે જુગાર રમતા 18 ઇસમોની બાવળા ખાતે ધરપકડ


13 માર્ચ 2025 અમદાવાદ; ગ્રામ્યનાં નળ સરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા 18 જણાની રોકડ તેમજ માલમિલકત સાથે અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા વોચ ગોઠવી ધરપકડ કરી લેવામાં આવી છે.
જુગાર રમી રહેલા 18 લોકોની ધરપકડ
અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ નળ સરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોજે દરજી ગામનાં ભુવાતરા વાસ જેમાં દશરથભાઈ પ્રેમજીભાઈ પઢારના મકાનની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ફોરવીલર અથવા ટુવિલર વાહનો રાખી રોકડ રકમ સાથે કુલ 18 ઇસમો જુગાર રમી રહ્યા હતા. જેની બાતમી મળતા જિલ્લા ગ્રામ્ય એલસીબી ટીમ પહોંચી ઘટના સ્થળેથી જુગાર રમી રહેલા 18 ઈસમોને 15,06,510/- મુદ્દામાલ સાથે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કબજે કરેલ મુદ્દામાલ
રોકડા 2 લાખ 10 હજાર 510/-
મોબાઈલ ફોન 21 નંગ જેની કિંમત 96 હજાર
7 મોટરસાયકલ જેની કિંમત આશરે 2 લાખ
મારૂતિ સ્વિફ્ટ કાર, મારુતિ બ્રેઝા કાર કિંમત 18 લાખ
કુલ ₹ 15 લાખ, 6 હજાર 510/-
ધરપકડ કરાયેલા 18 ઈસમો પૈકી તમામ લોકો બાવળા તાલુકાના રહેવાસી છે. જેઓ આસપાસના દેવથળ ગામ, દરજી ગામ, ભામસરા ગામ, ભગોદરા ગામ, રૂપાલ ગામ શિયાળ ગામ, કાણોતરનાં રહેવાસી છે.