અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતમહાકુંભ 2025મીડિયા

મહાકુંભ 2025/ જીવના જોખમે પ્રયાગરાજ જવાનું ટાળ્યું? લોકોએ એડવાન્સ બુક ટિકિટ રદ કરાવી દીધી

Text To Speech

અમદાવાદ, 2 ફેબ્રુઆરી 2025 : આજે પ્રયાગરાજમાં સંગમતીર્થ સ્થાને કરોડો લોકો વસંતપંચમીના મહાકુંભ મેળાના ચોથા શાહી સ્નાનનું પુણ્ય કમાશે. આ દિવસે કરોડો શ્રદ્ધાળુંઓ ગંગા-યમુનાના વિવિધ ઘાટ પર સિદ્ધિ અને સાધ્ય યોગમાં સ્નાન કરીને ધન્યતાનો અનુભવ કરશે. આપણા ગુજરાતના કરોડો ભક્તો મહાકુંભના શાહી સ્નાનનો ભાગ બનવા ઉત્સુક છે. ભાગદોડની દુર્ઘટના સિવાય પણ કાચા-પોચા હૃદયના, બીપી, ડાયાબિટીશ,અસ્થમાં સહિતની બીમારી વાળા લોકોના આ ભીડમાં અવસાન થયા હોવાના સમાચારો વાયરલ થતા હવે લોકો જીવના જોખમે મહાકુંભમાં જવાનું ટાળી રહ્યા છે. એસટીની એસી વોલ્વો બસમાં એડવાન્સ બુકિંગ કરાવનારા 119 લોકોએ તેમની ટિકિટો રદ કરાવી પ્રયાગરાજ જવાનું માંડી વાળ્યું છે. અમદાવાદથી પ્રયાગરાજ જતી ટ્રેનો હાઉસફૂલ દોડી રહી છે. તો બીજી તરફ અમદાવાદથી પ્રયાગરાજ માટેના વિમાની ભાડા પણ 60%થી વધુના બોલાઇ રહ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

પ્રયાગરાજના આ શાહી સ્નાનનો લાભ લેવા લોકો ખાનગી લકઝરી બસો અને ખાનગી વાહનોમાં પહોંચી ગયા છે.બીજી તરફ મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજમાં ભાગદોડ મચી જતા 30 જેટલા લોકોના અવસાન બાદ લોકોમાં એક ડર પણ પેસી ગયો છે. જોકે રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે. 4 ફેબ્રુઆરીથી નવીન 5 બસો પ્રયાગરાજ કુંભ ગુજરાતથી શ્રધ્ધાળુઓને લઈને જશે જેમાં અમદાવાદથી 1 બસ, સુરતથી 2 બસ,વડોદરાથી 1 બસ અને રાજકોટથી 1 બસ શરૂ કરવામાં આવશે. રાજય સરકારે પ્રતિ વ્યક્તિદીઠ પેકેજ પણ આપ્યું છે જેમા અમદાવાદથી જનારા શ્રધ્ધાળુને રૂ. 7800, સુરતથી8300, વડોદરાથી 8200 તથા રાજકોટથી 8800 રૂપિયા ટિકિટ સ્વરૂપે નિયત કરવામાં આવ્યા છે. આ નવી બસોનું ઓનલાઇન બુકિંગ આજે તા: ૦૨/૦૨/૨૦૨૫ ના રોજ સાંજે 5 કલાકથી એસ.ટી નિગમની વેબસાઈટ http://gsrtc.in પરથી થઇ શકશે.

આ પણ વાંચો : અમદાવાદ: વેબસાઇટને ડી-બગિંગ કરીને હેક કરવાના મામલો મોટો ખુલાસો

Back to top button