ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ : 10 અંડરપાસમાં વરસાદી પાણી ભરાશે જ, જાણો શું છે કારણ

  • અન્ડરપાસ પાણી ભરાઈ જવાથી ટ્રાફિક માટે બંધ કરવા ફરજ પડી
  • વોટર ડ્રેનેજની કામગીરી માટે રૂ. 1.25 કરોડનો કોન્ટ્રાકટ આપ્યો હતો
  • વરસાદી પાણી ઉલેચવા રૂ.75 લાખના ખર્ચે પમ્પ મુકવા પાણી સમિતિએ મંજુરી આપી

અમદાવાદમાં આ વર્ષે પણ ચોમાસામાં રસ્તા ઉપરાંત અંડરપાસમાં વરસાદી પાણી ભરાશે જ. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે ફેબ્રુઆરીમાં શહેરમાં આવેલા રેલવે દ્વારા બનાવાતા નવા અંડરપાસ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી માટે રૂ. 1.25 કરોડનો કોન્ટ્રાકટ આપ્યો હતો.

વરસાદી પાણી ઉલેચવા રૂ.75 લાખના ખર્ચે પમ્પ મુકવા પાણી સમિતિએ મંજુરી આપી

શહેરમાં આવેલા અખબારનગર સહિતના દસ અંડરપાસમાં ભરાતા વરસાદી પાણી ઉલેચવા રૂ.75 લાખના ખર્ચે પમ્પ મુકવા પાણી સમિતિએ મંજુરી આપી છે. અખબારનગર અંડરપાસ પાસે એક વર્ષ અગાઉ વરસાદી પાણી સંગ્રહ કરવા પરકોલેટીંગ વેલ બનાવાયો હતો. અખબારનગર અંડરપાસમાં પરકોલેટીંગ વેલ નિષ્ફળ જતા અન્ય કોઈ અંડરપાસમાં પરકોલેટીંગ વેલ બનાવાયો જ નથી.

આ તમામ અંડરપાસમાં વરસાદના સમયે પાણી ભરાઈ જાય છે

ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવા તેમજ વરસાદી પાણીનો સંગ્રહ કરવા કેચ ધ રેઈન જેવા સ્લોગન આપવામાં આવે છે. બીજી તરફ શહેરમાં આવેલા અખબારનગર અંડરપાસ સહીત દસ અંડરપાસમાં ભરાતા વરસાદી પાણી ઉલેચવા મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એક વખત પમ્પ મુકીને ઉલેચશે. આ તમામ અંડરપાસમાં વરસાદના સમયે પાણી ભરાઈ જાય એ સમયે પાણી નિકાલ માટે પમ્પ ઓપરેટ કરવા તેમજ અંડરપાસના બંને સાઈડના ગેટ ખોલવા અને બંધ કરવા બે ગેટ ઓપરેટર ઉપરાંત ફીટર સહીતનો સ્ટાફ તૈનાત કરાશે. રૂપિયા 75.16 લાખના ખર્ચથી અંડરપાસમાંથી વરસાદી પાણી ઉલેચવા કોન્ટ્રાકટર આપવા પાણી સમિતિએ મંજુરી આપી છે.

અન્ડરપાસ પાણી ભરાઈ જવાથી ટ્રાફિક માટે બંધ કરવા ફરજ પડી

ગત સપ્તાહે વરસાદ પડ્યો ત્યારે પશ્ચિમના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે મીઠાખળી, પરિમલ, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ, મકરબા ગામ અને મકરબા તળાવ ખાતેના અન્ડરપાસ પાણી ભરાઈ જવાથી ટ્રાફિક માટે બંધ કરવા ફરજ પડી હતી. સ્ટેડિયમ, ઉસ્માનપુરા, ઉસ્માનપુરા, અખબારનગર, નિર્ણયનગર, મણિનગર(દક્ષિણી), પરિમલ અંડરપાસ, મહાલક્ષ્મી અને પરિમલ ગાર્ડન તરફ, કુબેરનગર, જી.એસ.ટી., મીઠાખળી અંડરપાસ તેમજ ગાંધીગ્રામ અંડરપાસમાં પાણી ભરાયુ હતુ.

આ પણ વાંચો: વડોદરાના વિવિધ વિસ્તારમાં તા.16 થી 21 દરમ્યાન વીજ પુરવઠો બંધ રહેશે

Back to top button