ગુજરાતમાં અહેમદ પટેલની દીકરી, તો યુપીમાં ખુર્શીદ થયા ગુસ્સે, AAP અને SP સાથે કોંગ્રેસના ગઠબંધનથી દિગ્ગજોમાં નારાજગી
અમદાવાદ, 24 ફેબ્રુઆરી: કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે યુપીમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. પાર્ટીએ દિલ્હી, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ અને ગોવામાં આમ આદમી પાર્ટી(AAP) સાથે હાથ મિલાવ્યા છે. ગઠબંધનના કારણે યુપીમાં આવી ઘણી સીટો સમાજવાદી પાર્ટીના ખાતામાં ગઈ છે, જ્યાંથી કોંગ્રેસ ભૂતકાળમાં ચૂંટણી લડતી રહી છે. ગુજરાતમાં ભરૂચ બેઠક પણ AAPના ખાતામાં ગઈ છે. જેને લઈને કોંગ્રેસના નેતાઓની નારાજગી સામે આવી છે. આ નેતાઓએ અન્ય વિકલ્પો શોધવાનું પણ શરૂ કરી દીધું છે. ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલની પુત્રી મુમતાજ પટેલને(Mumtaz Patel, daughter of late Ahmed Patel) આશા હતી કે પાર્ટી તેને અથવા તેના ભાઈ ફૈઝલને ભરૂચમાંથી લોકસભાના ઉમેદવાર બનાવશે.
પરંતુ કોંગ્રેસે આ સીટ AAP માટે છોડી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ભરૂચ અહેમદ પટેલની પરંપરાગત બેઠક રહી છે. તેઓ અહીંથી ત્રણ વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધનની જાહેરાત બાદ, મુમતાઝ પટેલે તેના X હેન્ડલ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ગઠબંધનમાં ભરૂચ લોકસભા સીટ સુરક્ષિત ન કરી શકવા બદલ હું મારા હૃદયથી અમારા જિલ્લા કેડરની માફી માંગુ છું. હું તમારી નિરાશા સમજી શકું છું. કોંગ્રેસને મજબૂત કરવા માટે અમે સાથે મળીને ફરી એક થઈશું. અમે અહેમદ પટેલના 45 વર્ષના વારસાને વ્યર્થ નહીં જવા દઈએ.
Deeply apologize to Our district cadre for not being able to secure the Bharuch Lok Sabha seat in alliance.I share your disappointment.Together, we will regroup to make @INCIndia stronger .We won’t let @ahmedpatel 45 years of Legacy go in vain. #bharuchkibeti
— Mumtaz Patel (@mumtazpatels) February 24, 2024
તેવી જ રીતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ યુપીની ફરુખાબાદ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ આ વખતે આ સીટ સમાજવાદી પાર્ટીના ખાતામાં ગઈ છે. આ અંગે સલમાન ખુર્શીદની નારાજગી સામે આવી છે. તેમણે પોતાના એક્સ હેન્ડલ પરથી એક પોસ્ટમાં લખ્યું, ‘ફરુખાબાદ(farukhabad) સાથેના મારા સંબંધોને કેટલી કસોટીઓનો સામનો કરવો પડશે? સવાલ મારો નથી પણ આપણા બધાના ભવિષ્યનો છે. આવનારી પેઢીઓનું છે. ભાગ્યના નિર્ણયો સામે ક્યારેય ઝૂક્યા નથી. તમે મને સાથ આપવાનું વચન આપો, ખુર્શીદ 1991 અને 2009માં ફરૂખાબાદથી લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. 2014 અને 2019ની ચૂંટણીમાં તેમને આ સીટ પર હારનો સામનો કરવો પડ્યો હતો.
તેવી જ રીતે કોંગ્રેસના રવિ વર્માને લખીમપુર ખેરી લોકસભા બેઠક(Lakhimpur Kheri Lok Sabha seat) પરથી તેમની પુત્રી પૂર્વી વર્માને ટિકિટ મળવાની આશા હતી. પરંતુ ગઠબંધન હેઠળ આ સીટ સપાના ખાતામાં ગઈ. પૂર્વ મંત્રી નકુલ દુબે, જેઓ બીએસપી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા, તેઓ સીતાપુર(SitaPur ) અને લખનૌ સીટ(Lucknow seat) પર ટિકિટની આશા રાખતા હતા. લખનૌ સીટ સપાના હાથમાં ગઈ છે. કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય રાકેશ રાઠોડને સીતાપુરથી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ બ્રિજલાલ ખબરી જલોનથી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ આ સીટ પણ સપાએ લઈ લીધી છે.
એ જ રીતે કોંગ્રેસના નેતા રાજેશ મિશ્રા ભદોહીથી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ આ બેઠક પણ સમાજવાદી પાર્ટીના ફાળે ગઈ. બહુજન સમાજ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયેલા નસીમુદ્દીન સિદ્દીકી ગોંડા બેઠક પર દાવો રજૂ કરી રહ્યા હતા. પરંતુ સપા અહીંથી લડશે. કોંગ્રેસના ઈમરાન મસૂદ બિજનૌર બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા. પરંતુ આ સીટ પણ સમાજવાદી પાર્ટીના ફાળે ગઈ છે. યુપીમાં જે 17 બેઠકો પર કોંગ્રેસ સપા સાથે ગઠબંધન કરીને લોકસભા ચૂંટણી લડશે તેમાં રાયબરેલી, અમેઠી, કાનપુર, ફતેહપુર સીકરી, બાંસગાંવ, સહારનપુર, પ્રયાગરાજ, મહારાજગંજ, વારાણસી, અમરોહા, ઝાંસી, બુલદાનશહર, ગાઝિયાબાદ, મથુરા, સીતાપુર, બારાબંકી અને દેવરિયાનો સમાવેશ થાય છે.
જર્મનીમાં ગાંજો બન્યો કાયદેસર, સંસદમાંથી મળી પરવાનગી, આવા છે નિયમો