ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

હવે હેલિકોપ્ટરમાં અમદાવાદનો નજારો જોઈ શકાશે, જાણો જોય રાઈડના ભાવ

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ  સાબરમતિ રિવરફ્રન્ટ ખાતેથી સાયન્સ સિટી વચ્ચે ચાલતી હેલિકોપ્ટર જોય રાઇડ જાન્યુઆરી-2022માં ગુજસેલ અને એરોટ્રાન્સ કંપની વચ્ચે 11 મહિનાનાનો સમજૂતી કરાર થયો હતો જે ડિસેમ્બરમાં પૂર્ણ થયા બાદ જોય રાઇડ ચાલુ રખાઇ હતી. ત્યારબાદ 18 માર્ચ-2023ના રોજ છેલ્લી ઉડાન ભર્યા બાદ નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આ સમયગાળા દરમિયાન આ રાઈડ બંધ કરી દેવાઈ હતી. જ્યારે હવે કોન્ટ્રાક્ટ રીન્યુ થતા છ મહિના બાદ હવે 12 ઓગસ્ટથી અમદાવાદમાં જોય રાઇડ શરૂ થશે. જો કે જોયરાઇડની મજા લેનારા લોકોએ પહેલા કરતા ટિકિટમાં રૂ.118 વધુ ચૂકવવા પડશે. એટલે કે પેસન્જર દીઠ ભાડું રૂ. 2360થી વધારીને રૂ.2478 કરાયું છે.

જો તમારે આ રાઈડની મજા માણવી હોય તો આ જો  જોય રાઇડનું https://booking.aerotrans.in/ પર બુકિંગ શરૂ કરી દેવાયું છે.

જોયરાઇડ જાહેર રજા અને શનિ-રવિવારના રોજ ચાલુ રહેશે. છેલ્લે જોયરાઇડમાં જાન્યુઆરી-2022 થી એપ્રિલ-2023 સુધી કુલ 7500 લોકોએ મજા માણી હતી. જોય રાઇડમાં બે પ્રકારના હેલિકોપ્ટરનો ઉપયોગ કરાશે જેમાં VT-YRG એક કેપ્ટન 4 પેસેન્જર અને બીજું હેલિકોપ્ટર BELL-407 છે, જેની ક્ષમતા એક કેપ્ટન છ પેસેન્જરની છે,

ઝૂ માં પ્રાણીઓ ડરી જતાંઃ ટૂરિસ્ટરોને આકર્ષવા થોડા સમય પહેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU) ખાતે પણ જોય રાઈડ સેવા શરૂ કરવામાં આવી હતી પરંતુ હેલિકોપ્ટરના ભારે ઘોંઘાટને લઈને ત્યાં બનાવવામાં આવેલા ઝૂ માં પ્રાણીઓ ડરી જતાં હતાં. જેથી આ સેવા થોડા વખતમાં જ બંધ કરી દેવાઇ હતી.

આ પણ વાંચોઃ international friendship day: શા માટે અને કેવી રીતે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસની શરૂઆત થઈ?

Back to top button