ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં વર્લ્ડકપ ફાઈનલ પહેલા હોટેલ રૂમના ભાડામાં તોતિંગ વધારો

  • અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડામાં 5 થી 7 ગણો વધારો
  • કેટલીક વૈભવી હોટેલોએ તો 18 નવેમ્બરનું બુકિંગ લેવાનુ જ બંધ કરી દીધુ
  • ફાઈનલ મેચને લઈને હોટેલ ઉદ્યોગને જાણે કમાવાની મૌસમ ખીલી

અમદાવાદમાં વર્લ્ડકપ ફાઈનલ પહેલા હોટેલ રૂમના ભાડામાં તોતિંગ વધારો થયો છે. તેમજ હવાઈ ભાડા પણ વધ્યા છે. 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ યોજાશે. ભારતે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ત્યારે અમદાવાદમાં હોટેલોના ભાડામાં વધારો થયો છે.

આ પણ વાંચો: ઉત્તર ભારતમાં હિમવર્ષાની જાણો શું થશે ગુજરાતમાં અસર, અંબાલાલ પટેલે કડકડતી ઠંડીની કરી આગાહી 

ફાઈનલ મેચને લઈને હોટેલ ઉદ્યોગને જાણે કમાવાની મૌસમ ખીલી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ યોજાવાની છે. આ ફાઈનલમાં ભારતે જગ્યા બનાવી લીધી છે. ત્યારે આ હાલ વર્લ્ડ કપ ફાઈનલ અગાઉ લઈને અમદાવાદનો હોટલ ઉદ્યોગ તેજીમાં આવી ગયો છે. એટલું જ નહીં ફાઈનલ મેચને કારણે અમદાવાદ આવતી ફ્લાઈટના ટિકિટોમાં પણ ધરખમ વધારો થયો છે. આઈસીસી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચને લઈને હોટેલ ઉદ્યોગને જાણે કમાવાની મૌસમ ખીલી ગઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો, 15 વર્ષનો કિશોર અચાનક ઢળી પડ્યો અને થયુ મૃત્યુ

કેટલીક વૈભવી હોટેલોએ તો 18 નવેમ્બરનું બુકિંગ લેવાનુ જ બંધ કરી દીધુ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાનારી ફાઈનલ મેચને લઈને શહેરની કેટલીક જાણીતી હોટેલોએ તેમના ભાડામાં તોતિંગ વધારો કર્યો છે. સામાન્ય દિવસોમાં જે હોટેલના રૂમનુ એક રાતનુ ભાડુ 5 હજાર રૂપિયા હતુ તેના હાલ 50 હજાર રૂપિયા કરી દેવાયા છે. એટલુ જ નહીં કેટલીક હોટેલનો રેટ તો 1 લાખ રૂપિયા થયો છે. અત્યારથી મોટાભાગની હોટેલોના બુકિંગ ફુલ થયા છે અને કેટલીક વૈભવી હોટેલોએ તો 18 નવેમ્બરનું બુકિંગ લેવાનુ જ બંધ કરી દીધુ છે.

અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડામાં 5 થી 7 ગણો વધારો

વર્લ્ડ કપ 2023ની ફાઈનલને લઈને અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડામાં 5 થી 7 ગણો વધારો થયો છે. જે ફ્લાઈટનું ઍરફેર 5000 રૂપિયા હતુ તેના હાલ 25000 રૂપિયા થયા છે. બીજી તરફ અમદાવાદની કેટલીક હોટેલોએ પણ વર્લ્ડકપને લઈને ભાડામાં ધરખમ વધારો કર્યો છે જેમા કેટલીક હોટેલનું એક રાતનું ભાડુ એક લાખ રૂપિયા થયુ છે. જાણીને નવાઈ લાગશે પણ અમદાવાદમાં એવી પણ કેટલીક હોટલો છે જેમાં એક રાત રોકાવવાનું એક રૂમનું ભાડું એક લાખ રૂપિયા કરતા પણ વધારે છે. વર્લ્ડ કપ ફાઈનલના કારણે આવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

Back to top button