ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં કકળાટ વધ્યો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે

Text To Speech
  • ભાજપના નેતાઓને ડેમેજ કંટ્રોલ માટે દોડાદોડ કરવી પડી રહી છે
  • ભાજપમાં આંતરિક ખટપટ ચરમસીમાએ પહોંચી છે
  • ભાજપની મેનિફેસ્ટો- ચૂંટણી ઢંઢેરા કમિટીની બેઠક યોજાવાની છે

ભાજપમાં આંતરિક જૂથવાદ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે. મેનિફેસ્ટો કમિટીની બેઠકમાં મુખ્યમંત્રી હાજરી આપશે. ગુજરાતની રાજકીય સ્થિતિ અંગે હાઈકમાન્ડ સાથે ચર્ચા થશે. જેમાં સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, વડોદરા બેઠક પર ઉમેદવારોને લઈ આંતરિક જૂથવાદ ફાટી નીકળ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીના પ્રકોપમાં આંશિક રાહત, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન

ભાજપના નેતાઓને ડેમેજ કંટ્રોલ માટે દોડાદોડ કરવી પડી રહી છે

ગુજરાતમાં લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ભાજપમાં કકળાટ વધ્યો છે, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, વડોદરા બેઠક પર ઉમેદવારોને લઈ આંતરિક જૂથવાદ ફાટી નીકળ્યો છે, જેને લઈ ભાજપના નેતાઓને ડેમેજ કંટ્રોલ માટે દોડાદોડ કરવી પડી રહી છે. આ સ્થિતિ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જવા માટે રવાના થશે. આજે ભાજપની મેનિફેસ્ટો- ચૂંટણી ઢંઢેરા કમિટીની બેઠક યોજાવાની છે, જેમાં મુખ્યમંત્રી સામેલ થશે. લોકસભા ચૂંટણીને લઈ ભાજપમાં વિખવાદ થયો છે.

ભાજપમાં આંતરિક ખટપટ ચરમસીમાએ પહોંચી છે

કોંગ્રેસના ભરતી મેળાને કારણે પક્ષપલ્ટુઓને મહત્ત્વનું સ્થાન મળી રહ્યું છે, જેના કારણે પણ ભાજપમાં આંતરિક ખટપટ ચરમસીમાએ પહોંચી છે. સંખ્યાબંધ લોકસભા બેઠકો પર કાર્યકરો-આગેવાનોએ ભાજપની શિસ્તના રીતસર લીરા ઉડાવ્યા છે, આ સમયે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવાના છે. સૂત્રોનું કહેવું છે કે, ગુજરાતમાં ભાજપની વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને હાઈકમાન્ડ સાથે ચર્ચા થઈ શકે છે. રાજ્યના મુખ્યમંત્રીને ભાજપની ચૂંટણી ઢંઢેરા સમિતિમાં સભ્ય તરીકે સ્થાન મળ્યું છે તે માટે દિલ્હી જવાના છે.

Back to top button