શપથ સમારોહ પહેલા દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતાએ શું કહ્યું? જૂઓ VIDEO
મુંબઈ, તા. 5 ડિસેમ્બર, 2024: ભાજપ વિધાયક દળના નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ સમારોહની થોડી મિનિટો પહેલાં અમૃતા ફડણવીસે કહ્યું, આ એક સુંદર દિવસ છે જ્યારે દેવેન્દ્રજી છઠ્ઠી વખત ધારાસભ્ય બન્યા છે અને ત્રીજી વખત તેમને મુખ્યમંત્રી પદ મળ્યું છે. અમે તેનાથી ખુશ છીએ પરંતુ જવાબદારીની ભાવના વધારે છે.
#WATCH | Mumbai | Ahead of oath ceremony, Maharashtra CM-designate Devendra Fadnavis’s wife, Amruta Fadnavis says, “It is a beautiful day when Devendra ji has become MLA for the 6th time and for the third time he has got the CM post. We are happy about it but the sense of… pic.twitter.com/QIP3bWJIuD
— ANI (@ANI) December 5, 2024
મુંબઈના આઝાદ મેદાનમાં સાંજે 5.30 કલાકે દેવેન્દ્ર ફડણવીસ શપથ લેશે. તેમની સાથે અજિત પવાર પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. એકનાથ શિંદે પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લઈ શકે છે, જો કે તે હજુ સ્પષ્ટ નથી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહની સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આંધ્ર પ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુ પણ ભાગ લેશે.
કાર્યક્રમમાં 42 હજારથી વધુ લોકો રહેશે ઉપસ્થિત
નવી સરકાર દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેનારી છે. ભાજપના નેતા પ્રસાદ લાડેએ કહ્યું કે, આ કાર્યક્રમમાં 42 હજારથી વધુ લોકો હાજર રહેશે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી, 9-10 કેન્દ્રીય મંત્રીઓ, 19 મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રી પણ તેમાં ભાગ લેશે. 40 હજાર ભાજપ સમર્થકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બે હજાર વીવીઆઈપી માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં અનેક ધર્મગુરુઓ પણ ઉપસ્થિત રહેશે.
કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી
શપથ ગ્રહણ સમારોહ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એક અધિકારીએ કહ્યું કે, 4 હજારથી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થા માટે 3,500 પોલીસકર્મીઓ અને 520 અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Video: મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યપ્રધાન નક્કી કરવા નિરીક્ષક બનાવ્યા બાદ રૂપાણીએ શું કહ્યું?
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S