કૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

PM કિસાન યોજના માટેના એગ્રીસ્ટેક-ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખામી સર્જાય : ખેડૂતોની નોંધણી અટકી

Text To Speech
  • ટેકનિકલ ખામી ટૂંક સમયમાં દૂર કરીને ખેડૂતોને જાણ કરાશે
  • ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨.૫ લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઇ
  • ગુજરાતના તમામ ખેડૂતોની તા.૨૫-૦૩-૨૦૨૫ સુધીમાં નોંધણી પૂર્ણ કરવાનું આયોજન

ગાંધીનગર, 22 નવેમ્બર : ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા.૧૫ ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. જો કે તેમાં કોઈ કારણોસર ખામી સર્જાતા તેમાં નોંધણી હાલ બંધ થયેલી છે.

આ રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી.ની જેમ ૧૧ ડિજિટનો યુનિક ફાર્મર આઈ.ડી આપવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈ.ડીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળ, પારદર્શક અને સમયસર મળશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨.૫ લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી છે.

દરમિયાન ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજીસ્ટ્રી તા. ૨૫-૦૩-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તા. ૨૫-૧૧-૨૦૨૪ પહેલા ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાતપણે પૂર્ણ કરવા જણાવાયું હતું.

પરંતુ હાલમાં ગુજરાતના ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે નોંધણી થઈ શકશે નહિ. ટૂંક સમયમાં જ આ ખામીને દૂર કરીને નોંધણી પ્રક્રિયા ફરી શરુ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવશે.

આ પણ વાંચો :- ટ્રુડો સરકારનો વધુ એક યુ-ટર્ન, હવે એરપોર્ટ પર ભારતીયોનું કડક ચેકિંગ નહીં થાય

Back to top button